Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગ્રીસમાં બે ટ્રેનો વચ્‍ચે ભયાનક અકસ્‍માતમાં ૨૬ લોકોના મોત : ૮૫ લોકો ઇજાગ્રસ્‍ત

ઘાયલ થયેલા લોકોમાં ૨૫ની હાલત ખુબ જ ગંભીર

લંડન,તા. ૧: ગ્રીસમાં બે ટ્રેનો વચ્‍ચે ભયાનક અકસ્‍માત થતા ૧૬ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્‍માતમાં ઓછામાં ઓછા ૮૫ લોકો ઘાયલ થયા છે. અકસ્‍માતમાં મૃત્‍યુઆંક વધી શકે છે. અકસ્‍માત બાદ ૩ બોગીમાં આગ લાગી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજધાની એથેન્‍સ અને થેસાલોનિકી વચ્‍ચે આ દુર્ઘટના ત્‍યારે થઈ જયારે એથેન્‍સથી લગભગ ૨૩૫ માઈલ ઉત્તરમાં ટેમ્‍પી પાસે એક પેસેન્‍જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. સ્‍થાનિક પોલીસના જણાવ્‍યા અનુસાર અકસ્‍માતને કારણે ઘણી બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાંથી ૩ બોગીઓમાં આગ લાગી હતી.

આ અકસ્‍માતમાં ઘાયલોને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. હોસ્‍પિટલના અધિકારીઓનું કહેવું છે કે ઘાયલોમાં ૨૫ની હાલત ખુબ જ ગંભીર છે. ઘાયલ મુસાફરોને હોસ્‍પિટલ લઈ જવા માટે નજીકના શહેરોમાંથી એમ્‍બ્‍યુલન્‍સ બોલાવવામાં આવી હતી. જયારે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. દુર્ઘટના બાદ બચાવકાર્યમાં મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે અને હોસ્‍પિટલોમાં ઈમરજન્‍સી લાગુ કરી દેવામાં આવી છે.

(10:55 am IST)