Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

દિલ્‍હીમાં રખડતાં કૂતરા સાથે દુષ્‍કર્મ

ફરી માનવતા પર લાંછન :આ શરમજનક ઘટનાનો વીડિયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધી લીધો છે

નવી દિલ્‍હી,તા. ૧: દિલ્‍હીના હરિનગર વિસ્‍તારમાં માનવતાના શરમાવનારી એક ઘટના સામે આવી છે. અહીં એક અજાણી વ્‍યક્‍તિ દ્વારા એક રખડતાં કૂતરાં સાથે દુષ્‍કર્મ કર્યો છે. આ ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

રાજધાની દિલ્‍હીમાં માનવતાને નેવે મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીં હરિનગર વિસ્‍તારમાં એક અજ્ઞાત વ્‍યક્‍તિ દ્વારા એક રખડતાં કૂતરાં સાથે દુષ્‍કર્મ કરવામાં આવ્‍યું. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધી લીધો છે.

હરિ નગર વિસ્‍તારના એક પાર્કમાં રખડતાં કૂતરા સાથે બળાત્‍કાર કરવામાં આવ્‍યો. ઘટનાનો એક વીડિયો લાયરલ થયા બાદ હરિનગરના સ્‍થાનિક લોકોએ એક પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ પછી પોલીસ હરકતમાં આવી અને આરોપી ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૩૭૭/૧૧ અને પશુ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો. વીડિયોના આધારે આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

(10:52 am IST)