Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

દિલ્‍હીમાં લગ્ન ન થવાનો ડર બતાવીને બે સગી બહેનો સાથે તાંત્રિકે કર્યો રેપ

પોલીસે કેસ દાખલ કર્યો છે અને કેસમાં તપાસ કરી રહી છે

ન્‍યુ દિલ્‍હી,તા. ૧: દિલ્‍હી ન્‍યૂ અશોક નગર વિસ્‍તારમાં બે સગી બહેનો સાથે બળાત્‍કારનો કેસ સામે આવ્‍યો છે. આરોપ એક તાંત્રિક પર છે. ન્‍યૂ અશોક નગર થાણા પોલીસે રેપ અને ધમકી હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. પોલીસ સૂત્રો પ્રમાણે, ન્‍યૂ અશોક નગર થાણાંમાં ૨૧ વર્ષીય પીડિતાએ ફરિયાદમાં જણાવ્‍યું કે તે પરિવાર સાથે ગાઝીપુર વિસ્‍તારમાં રહે છે. તેમના ભાઈએ ૨૦૧૮માં સ્‍પાઈનમાં મુશ્‍કેલી થઈ ગઈ હતી. અનેક જગ્‍યાએ ડોક્‍ટર્સે જણાવ્‍યું, પણ કોઈ ફાયદો થયો નહીં. પછી એક જાણકાર દ્વારા ન્‍યૂ અશોક નગર વિસ્‍તારમાં એક તાંત્રિકના સંપર્કમાં પરિવાર આવ્‍યો. તાંત્રિકે બીમારી બરાબર કરવાનો દાવો કર્યો. તાંત્રિકની સારવારથી ભાઈની મુશ્‍કેલીમાં સુધારો થવા માંડ્‍યો. ભાઈના સ્‍વસ્‍થ થયા બાદ તે પીડિતા પોતાની બહેન સાથે આભાર માનવા તાંત્રિકના ઘરે ગઈ.

આરોપ છે કે ત્‍યાં તે તાંત્રિકે તેમને ડરાવ્‍યો અને કહ્યું કે તારા લગ્ન નહીં થાય. ટૂંક સમયમાં જ તારા વાળ પણ ઉતરશે. તાંત્રિકની વાતોથી ખરાબ રીતે ડરી ગઈ. તેમણે ઉપાય પૂછ્‍યો તો તાંત્રિકે તેને ફોસલાવી લીધી. તાંત્રિકે ભાઈને ગામ મોકલવા માટે કહી દીધું અને તેમની સાથે અને તેમની બહેન સાથે જબરજસ્‍તી શારીરિક સંબંધ બાંધ્‍યા. ધમકી આપી કે જો કોઈને આ વાત જણાવી, તો તે આખા પરિવારને મારી નાખશે. પોલીસે કેસ દાખલ કર્યો છે અને કેસમાં તપાસ કરી રહી છે.

(10:51 am IST)