Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ખડગે માત્ર નામના કોંગ્રેસ અધ્‍યક્ષ છે : દુનિયા જાણે છે... રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે

કોંગ્રેસના રાયપુર અધિવેશનમાં જયારે ખડગેનું અપમાન થયું તે જોઈને મને ખૂબ દુઃખ થયું : બધા તડકામાં ઊભા હતા, પણ છત્રી ખડગેજીને નહીં પણ બીજા કોઈને લાગી હતી

બેંગ્‍લોર તા. ૨૮ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ગઇકાલે કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ રાજય કર્ણાટકમાં હતા. તેમણે બેલાગવીમાં સભાને કહ્યું, ‘ખડગે માત્ર નામના કોંગ્રેસ અધ્‍યક્ષ છે, બધા જાણે છે કે રિમોટ કંટ્રોલમાં કોણ છે'.

મોદીએ કહ્યું કે, કોંગ્રેસમાં ખાસ પરિવારની સામે કર્ણાટકના એક નેતાનું અપમાન કરવામાં આવ્‍યું છે. ૫૦ વર્ષનો સંસદીય કાર્યકાળ ધરાવનાર આ માટીના સંતાનો. હું આવા ખડગેનું ખૂબ સન્‍માન કરીશ. તેમણે જનતાની સેવામાં બધું જ કરવાનો પ્રયાસ કર્યો.કોંગ્રેસના રાયપુર અધિવેશનમાં જયારે ખડગેનું અપમાન થયું તે જોઈને મને ખૂબ દુઃખ થયું. બધા તડકામાં ઊભા હતા, પણ છત્રી ખડગેજીને નહીં પણ બીજા કોઈને લાગી હતી. ખડગે કોંગ્રેસના અધ્‍યક્ષ છે, પરંતુ કોંગ્રેસમાં તેમની સાથે જે રીતે વ્‍યવહાર કરવામાં આવે છે તે જોઈને આખી દુનિયા સમજી રહી છે કે રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે. દેશની અનેક પાર્ટીઓ પરિવારવાદની આ ચુંગાલમાં બંધાયેલી છે.

વડાપ્રધાને તેમના પર આપવામાં આવેલા નિવેદનોને લઈને વિપક્ષને પણ ઘેર્યા હતા. તેમણે કહ્યું- કોંગ્રેસને લાગે છે કે જયાં સુધી મોદી જીવિત છે, તેમનો ઈરાદો પૂરો નહીં થાય, તેથી બધા કહી રહ્યા છે ‘માર જા મોદી, માર જા મોદી...' તો કોઈ કહી રહ્યું છે ‘મોદી તેરી કબર ખુદગી'. દેશ કહે છે ‘મોદી તેરા કમલ ખિલેગા'.

(12:00 am IST)