Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

BSNL ગ્રાહકોને મોટો આંચકોઃ ૪ સ્‍પેશિયલ ટેરિફ વાઉચર બંધ કરી દીધા

ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ, વોડાફોનને સ્‍પર્ધા આપવાના હેતુથી BSNL તેના પ્‍લાનને અપડેટ કરી રહીછે

ખાનગી ટેલિકોમ કંપનીઓને સ્‍પર્ધા આપવાના ઈરાદાથી બીએસએનએલ તેની યોજનાઓમાં પણ ફેરફાર કરી રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડએ ચાર વિશેષ ટેરિફ વાઉચર બંધ કર્યા છે. કંપનીએ અત્‍યારે તેની જાહેરાત કરી નથી પરંતુ કંપનીની વેબસાઇટ પરથી રૂ. ૭૧, રૂ. ૧૦૪, રૂ. ૧૩૫ અને રૂ. ૩૯૫ના પ્‍લાનને હટાવી દીધા છે. નોંધનીય છે કે આ યોજનાઓ લોકપ્રિય ન હતી અને કંપનીને તેનો લાભ મળી રહ્યો ન હતો. ચાલો તમને બીએસએનએલ STVs વિશે જણાવીએ...

૭૧ રૂપિયાના રિચાર્જ પેકમાં ૩૦ પૈસા પ્રતિ મિનિટના દરે પૈસા ચૂકવવા પડે છે. મતલબ કે તેમાં ફ્રી કોલ અને મેસેજ ઉપલબ્‍ધ નથી. આ સિવાય ગ્રાહકોને ૩૦ દિવસ સુધી ઉપયોગ કરવા માટે ૨૦ રૂપિયા પણ મળે છે. જોકે, આ પેક એવા ગ્રાહકો માટે નથી કે જેઓ ડેટા ઈચ્‍છે છે.

૧૦૪ રૂપિયાનું બીએસએનએલ પેક ૧૮ દિવસ માટે તમામ લાભો આપે છે. આ સિવાય આ પેકનો ઉપયોગ ડિસ્‍કાઉન્‍ટ કૂપન આપવા માટે થાય છે.

૧૩૫ રૂપિયાના પેકની વાત કરીએ તો આ પ્‍લાનમાં કોલ કરવા માટે ૧૪૪૦ મિનિટ ઉપલબ્‍ધ છે. યુઝર્સ કોઈપણ નેટવર્ક પર કોલ કરી શકે છે. જો કે આ પ્‍લાનમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારનો ડેટા નથી મળતો. આ પેકની વેલિડિટી ૨૪ દિવસની છે.

૩૯૫ રૂપિયાના STV પેકમાં કોલિંગ માટે ૩૦૦૦ મિનિટ ઉપલબ્‍ધ છે. આ કોલિંગ મિનિટો સમાપ્ત થયા પછી, વપરાશકર્તાઓ પ્રતિ મિનિટ ૨૦ પૈસા ચૂકવી શકે છે. આ સિવાય આ પ્‍લાન ૭૧ દિવસ માટે દરરોજ ૨ઞ્‍ગ્‍ ડેટા ઓફર કરે છે. જો કે, દૈનિક ડેટા મર્યાદા ખતમ થયા પછી, ગ્રાહકો ૮૦Kbps સ્‍પીડ પર ઇન્‍ટરનેટનો ઉપયોગ કરી શકે છે.

ટેલિકોમ કંપનીએ તેના ગ્રાહકો માટે ફેસ્‍ટિવલ ધમાકા ઓફર પણ લોન્‍ચ કરી છે. કંપનીની વેબસાઈટ પર STV269નું પ્‍લાન લિસ્‍ટ છે અને તેમાં અનલિમિટેડ કોલિંગ, 2GB ડેટા પ્રતિ દિવસ ઓફર જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ પ્‍લાનમાં દરરોજ ૧૦૦ SMS, બીએસએનએલ Tunes, Zing App એક્‍સેસ, Eros Now સબસ્‍ક્રિપ્‍શન પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્‍લાનની વેલિડિટી ૩૦ દિવસની છે.

૭૬૦ રૂપિયાના પ્‍લાનની વાત કરીએ તો તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. આ પ્‍લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ સિવાય આ પ્‍લાનમાં બીએસએનએલ ટ્‍યૂનનો એક્‍સેસ, દરરોજ ૧૦૦ SMS, Zing એપ એક્‍સેસ અને Eros Now Entertainmentના એક્‍સેસ પણ ઉપલબ્‍ધ છે. આ પ્‍લાનમાં લોકધુન એપમાંથી કન્‍ટેન્‍ટ પણ ફ્રીમાં એક્‍સેસ કરી શકાય છે. બીએસએનએલના આ પ્‍લાનની વેલિડિટી ૯૦ દિવસની છે.

નોંધનીય છે કે આ ચારેય વિશેષ ટેરિફ વાઉચર હવે બંધ કરી દેવામાં આવ્‍યા છે. જોકે, કંપનીએ હજુ સુધી આ પ્‍લાન્‍સ બંધ કરવા માટે કોઈ કારણ જણાવ્‍યું નથી. સરકારી ટેલિકોમ કંપની જૂન પછી દેશમાં 4G નેટવર્ક શરૂ કરવાની યોજના બનાવી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીએસએનએલ આ સેગમેન્‍ટમાં કેટલાક નવા પ્રીપેડ અને પોસ્‍ટપેડ પ્‍લાન લોન્‍ચ કરી શકે છે.

(12:00 am IST)