Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જી-૨૦ના કારણે હોટલોની માંગ વધતા ભાડા વધ્‍યા

ઇવેન્‍ટ, કોર્પોરેટ સમીટ અને સેમીનારથી મહત્‍વના શહેરોમાં હોટલ ભાડામાં વધારો

નવી દિલ્‍હી,તા. ૨૮ : દેશનો હોટલ ઉદ્યોગ દોડવા લાગ્‍યો છે જે ભારતના જી-૨૦ પ્રમુખ પદને આભારી છે. જી-૨૦ સાથે સંકળાયેલ મીટીંગો અને આયોજનો, તેમજ કોર્પોરેટ સમીટો અને સેમીનારોના કારણે હોટલોની માંગ વધતા મહત્‍વના શહેરોમાં હોટલોના રૂમભાડાઓ વધી ગયા છે.

લેમન ટ્રી હોટેલ્‍સના પ્રમુખ વિક્રમજીત સીંધે કહ્યું, ભારતમાં ઓકટોબર ૨૦૨૨થી શરૂ થયેલ ત્રિમાસીકમાં હોટલોના ભાડામાં નોંધપાત્ર વધારો થયો હતો. અને ચાલુ ત્રિમાસીકમાં તેમાં વધારે વધારો થયો છે. દિલ્‍હી એનસીઆર, મુંબઇ, હૈદ્રાબાદ અને બેંગ્‍લુરૂમાં હોટલની માંગમાં અણધાર્યો વધારો થતા હોટલોના રૂમ ભાડા ઓલ ટાઇમ હાઇ જોવા મળી રહ્યા છે.'

હોટલ -ઉદ્યોગના એકઝીકયુટીવોને આશા છે કે રૂમ ભાડાનો આ વધારો જળવાઇ રહેશે. સિંઘે કહ્યું, ‘આ તો હજુ શરૂઆત છે, મને લાગે છે કે ઓકટોબર-૨૦૨૩ પછી હજુ પણ ભાડા વધશે.'

ભારતના જી-૨૦ પ્રમુખ પદના કારણે પણ મહત્‍વના શહેરોમાં હોટલોના એડવાન્‍સ બુકીંગ વધ્‍યા હોવાથી ધંધાની તકો વધી હોવાનું વીન્‍ડરામ હોટેલ્‍સ એન્‍ડ રીસોર્ટસના યુરેશીયા માટેના ડાયરેકટર નિખીલ શર્માએ કહ્યું હતું. તેમણે કહ્યું, ‘હાલમાં હોટલ ઉદ્યોગ માટે મહત્‍વના બજાર એવા બેંગ્‍લુરૂ બધા રૂમો બુક થઇ ગયા હતા અને અન્‍ય શહેરોમાં પણ રૂમ ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે.

(12:00 am IST)