Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કોરોના પ્રાકૃતિક નથી, તે જૈવિક યુધ્‍ધનું કાવતરૂં હતું

શ્રી શ્રી રવિશંકર કહે છે:કોરોના વાયરસ નામનો રોગચાળોએ કેટલાક દેશો દ્વારા જૈવિક યુધ્‍ધ માટેનું ષડયંત્ર છે : આગળ કહ્યુ- હર્બલ અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવો જોઇએ

અકોલા,તા. ૨૮: આધ્‍યાત્‍મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે સોમવારે કોરોના વાયરસને લઈને મોટું નિવેદન આપ્‍યું છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ કુદરતી નથી. તેના બદલે, આ રોગચાળો જૈવિક યુદ્ધ માટે કેટલાક દેશોનું કાવતરું છે. તેમણે કહ્યું કે આ સાચું સાબિત થયું છે, કારણ કે હવે મોટા દેશો પણ કહી રહ્યા છે કે કોરોનાવાયરસ સામેની રસી બહુ મદદગાર સાબિત નથી થઈ રહી.

આધ્‍યાત્‍મિક ગુરુ સોમવારે મહારાષ્ટ્રના અકોલામાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું- આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. લોકોએ બે વર્ષ સુધી ઘરની અંદર રહેવું પડ્‍યું. મેં તે સમયે કહ્યું હતું કે આ રોગ કુદરતી નથી. મેં કહ્યું હતું કે આ કેટલાક દેશો અને લોકોનું કાવતરું છે. તેણે કહ્યું- આ જૈવિક યુદ્ધ છે.

રવિશંકરે વધુમાં કહ્યું કે તેમના શિષ્‍યોએ પણ તેમને એવું ન કહેવાની સલાહ આપી હતી કારણ કે તેનાથી વિવાદ થશે. હવે (હું જે કહેતો હતો) તે સાબિત થયું છે. કોવિડ-૧૯ રસી બનાવતા મોટા દેશો પણ કહી રહ્યા છે કે આ રસી એટલી અસરકારક નથી જેટલી હોવી જોઈતી હતી. તે ચેપના ફેલાવાને રોકવામાં સક્ષમ નથી.

રવિશંકરે કહ્યું કે તેમને લાગ્‍યું કે હર્બલ અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. NAOQ19 ૧૪ હોસ્‍પિટલોમાં વિકસિત અને પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. NAOQ19 કોરોના વાયરસના ઈલાજ માટે દવા તરીકે કામ કરી રહ્યું છે. NAOQ19 વિદેશની ઘણી મોટી યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવી હતી અને લોકોને સમજાયું કે આ દવા કોરોનાવાયરસને રોકવામાં સફળ થશે. સેલ્‍યુલર ટેસ્‍ટિંગ બાદ આ સાબિત થયું છે. આપણે આપણા દેશના યોગ અને આયુર્વેદ પર વિશ્વાસ રાખવો જોઈએ. (૨૨.૪)

 

ગોવામાં મનકુરાડ કેરી હાલમાં ૬ હજાર રૂપિયા ડઝન વેચાઇ રહી છે

ગોવાની સ્‍પેશ્‍યિલ કેરી એક વાર ચાખશો તો જિંદગીભર યાદ રાખશોઃ એક નંગનો ભાવ ૫૦૦ રૂપિયા

પણજી,તા. ૨૮: દેશના દક્ષિણી ભાગોમાં ફળોના રાજા કહેવાતા કેરીની સીઝન આવી ગઈ છે. ગોવામાં મનકુરાડ કેરી હાલમાં ૬ હજાર રૂપિયા ડઝન વેચાઈ રહી છે. તેને જોતા જ કહી ઉઠશો કે મનકુરાડ જાતની કેરી હાલમાં તો સામાન્‍ય વર્ગની પહોંચથી દૂર છે. ગત અઠવાડીયે પણજી બજારમાં મનકુરાડ જાતની એક ડઝન પીળી રસમધુરી કેરી ૬૦૦૦ રૂપિયા પ્રતિ બોક્‍સના ભાવે વેચાઈ. જે એક કેરીની કિંમત ૫૦૦ રૂપિયા થાય છે.

પણજીની ફ્રુટ માર્કેટના એક વેન્‍ડરે જણાવ્‍યું કે, હવે મનકુરાજ કેરીનો ભાવ ૬૦૦૦ રૂપિયાથી ઘટીને ૫૦૦૦ રૂપિયા પ્રતિ બોક્‍સ સુધી આવી ગયો છે. ગત અઠવાડીયે અમે મનકુરાડ કેરીને ૬૦૦૦ રુપિયામાં વેચી હતી. હવે ભાવ નીચે આવીને ૫૦૦૦ થઈ ગયા છે. કારણ કે, હવે કેરીની બીજી વેરાયટી પણ બજારમાં આવી ગઈ છે.

મનકુરાડ કેરી હાલમાં તો અમુક લોકો જ વેચી રહ્યા છે, પણ એક વાર સીઝન જામશે, તો આખી બજાર તેનાથી ભરાઈ જશે. હાલમાં બીજી કેટલીય સ્‍થાનિક વેરાયટી પણ બજારમાં આવી રહી છે.

પણજીના જ એક ફળ વેપારીએ કહ્યું કે, મનકુરાડ કેરી ૫૦૦૦ અથવા ૪૦૦ રૂપિયા પ્રતિ નંગના ભાવે વેચાઈ રહી છે. સારે વેપાર થાય છે. આ કેરી એ લોકો જ ખરીદી શકે છે, જે તેનો ભાવ આપી શકે. તેમાંથી અમુક પ્રવાસી હોય છે. જે રજા મનાવવા આવ્‍યા હોય અને વિદેશ પરત જવાના હોય. અમેરિકામાં રહેતી એક મહિલાએ રવાના થતાં પહેલા છ મનકુરાજ કેરી ખરીદી હતી. તે કહે છે કે, મનકુરાડથી સારી કેરી બીજી એકેય નથી. જો કે, અમેરિકામાં કેરીની કેટલી સારામાં સારી જાત મળે છે. તેમ છતાં પણ મનકુરાડ કેરીને કોઈ હરાવી શકે નહીં. જે ખિસ્‍સા ખાલી કરાવે પણ તેને ખાવાની એક અલગ જ મજા હોય છે.

હાલમાં મનકુરાડ કેરી ૪૦૦ રૂપિયા પ્રતિ નંગ વેચાઈ રહી છે. તો વળી અન્‍ય જાત ૩૦૦-૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. આ કેરી આંધ્ર પ્રદેશમાંથી આવે છે અને તેનો સ્‍વાદ એકદમ મનકુરાડ કેરી જેવો જ હોય છે. બદામ કેરી માર્કેટમાં આવી ગઈ છે અને તે ૫૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે.

(12:00 am IST)