Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લંડન પહોંચ્યા :સાત દિવસ બ્રિટનના પ્રવાસે :કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચરર આપશે

રાહુલ ગાંધી ’21મી સદીમાં સાંભળવાનું શીખો’ વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. : તેઓ ‘બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી’ અને ‘ઇન્ડિયા ચાઇના રિલેશન્સ’ પર પણ વાત કરશે

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મંગળવારે બ્રિટન પહોંચી ગયા છે. તેઓ તેમના સાત દિવસના પ્રવાસની શરૂઆત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન સાથે કરશે. આ દરમિયાન તેઓ ભારતીય ડાયસ્પોરા સમૂહને પણ સંબોધિત કરશે. કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ગાંધી ’21મી સદીમાં સાંભળવાનું શીખો’ વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ ‘બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી’ અને ‘ઇન્ડિયા ચાઇના રિલેશન્સ’ પર પણ વાત કરશે. કેમ્બ્રિજ જેબીએસએ ટ્વીટ કર્યું કે અમારું કેમ્બ્રિજ ભારતના મુખ્ય વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરીને ખુશ છે. તેઓ આજે કેમ્બ્રિજ જેબીએસને ’21મી સદીમાં સાંભળવાનું શીખવા’ વિષય પર સંબોધન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કે આ મહિનાની શરૂઆતમાં બિઝનેસ સ્કૂલે રાહુલ ગાંધીની મુલાકાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીનું ફરીથી સ્વાગત કરીને ખુશ છે. રાહુલ ગાંધી કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપશે. તે બિગ ડેટા, લોકશાહી અને ભારત-ચીન સંબંધો પર પણ વાત કરશે. આના પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે હું મારી અલ્મા મેટર યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જવા અને ત્યાં લેક્ચર આપવા માટે ઉત્સુક છું. હું ત્યાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરીશ. આ દરમિયાન હું જિયોપોલિટિક્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ડેટા અને ડેમોક્રેસી સહિત અનેક મુદ્દાઓ પર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ.

(12:35 am IST)