Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

યુપીના શામલીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ:ત્રણ મહિલાઓ સહીત 5 લોકોના મોત

દિલ્હી સહારનપુર હાઈવે પર કાંધલામાં સ્થિત ફેકટરીમાં વિસ્ફોટથી ભયનો માહોલ

 

ઉત્તર પ્રદેશના શામલીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જબરદસ્ત વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મરનારાઓની સંખ્યા વધી શકે છે. મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરુષો સામેલ છે. કૈરાના એસડીએમ મણિ અરોરાએ ઘટના અને મૃતકોની સંખ્યાને લઈને પુષ્ટિ કરી છે.

  ફટાકડાની ફેક્ટરી દિલ્હી સહારનપુર હાઈવે પર કાંધલામાં સ્થિત છે. આ ફેક્ટરીની પાસે જ ગેસ ગોડાઉન પણ છે. રિપોર્ટ અનુસાર, ફટાકડાની ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે મકાનના ફુડચે-ફૂડચા ઉડી ગયા હતા આ વિસ્ફોટને કારણે વિસ્તારમાં ડરનો માહોલ છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને તેમણે રાહત તેમજ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું

(12:59 am IST)