Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં વીજળી પુરવઠો ઠપ્પ થતા 950 ખાણીયા ફસાયા

સિબનાયે-સ્ટીલવાટર કંપનીએ કહ્યું કે મોટાપાયે વીજકાપથી રાત્રિની પાળીના લોકોને લિફ્ટ દ્વારા બહાર કાઢી શકાયા નથી :બચાવદળને અંદર મોકલી ખાણિયાને બહાર લાવવા પ્રયાસ

જોહોનિસબર્ગ દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણમાં વીજ પુરવઠો ઠપ્પ થયા બાદ અંદાજે 950 ખાણીયા ફસાયા છે જોકે એવી કોઈ જાણકારી મળી નથી કે ત ખતરામાં છે સિબનાયે-સ્ટીલવાટર કંપનીએ કહ્યું કે મોટાપાયે વીજકાપથી મોટાપાયે વીજળી કાપ થઇ જવાના કારણે રાત્રિની પાળીના લોકોને લિફ્ટ મારફત બહાર કાઢી શકાયા નથી બ્રીટ્રીક્સ ખાણ વેકોમ શહેર નજીક છે કંપનીના પ્રવકતા જેમ્સ વેકોમે કહ્યું કે અમે બચાવદળ નીચે મોકલ્યું છે અને લોકોને જલ્દી બહાર નીકાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેમણે મેં પણ કહ્યું હતું કે તમામ કર્મચારીઓ સહી સલામત છે અને અમે ખોરાક-પાણી પહોંચાડી રહ્યાં છીએ

(12:09 am IST)