Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધના મ્યાંમારની સેનાનું હિંસક અભિયાન જાતિયસંહારની ઝલક સમાન

ઈન્ટરનેશનલ ટ્રિબ્યૂનલ અથવા કોર્ટ પુરાવાની ચકાસણી કરે નહીં ત્યાં સુધી નિશ્ચિતપણે નરસંહારની ઘોષણા કરી શકાય નહીં: સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત યાંગી લી

સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત યાંગી લીએ રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધના મ્યાંમારની સેનાના હિંસક અભિયાનને જાતિયસંહારની ઝલક સમાન ગણાવ્યુ છે યાંગ લી મ્યાંમારમાં યુએન તરફથી માનવાધિકાર સાથે સંબંધિત મામલાને સંભાળે છે યાંગ લીએ સિઓલમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે જ્યાં સુધી કોઈ ભરોસાપાત્ર ઈન્ટરનેશનલ ટ્રિબ્યૂનલ અથવા કોર્ટ પુરાવાની ચકાસણી કરે નહીં. ત્યાં સુધી નિશ્ચિતપણે નરસંહારની ઘોષણા કરી શકાય નહીં. પરંતુ તેમને સંકેત દેખાઈ રહ્યા છે અને તે દિશામાં આગળ વધી રહ્યું છે

   તેમણે રોહિંગ્યાના મુદ્દા પર બાંગ્લાદેશ અને અન્ય ક્ષેત્રોમાં શરણાર્થી શિબિરોની પોતાની તાજેતરની મુલાકાતોનું વિવરણ આપ્યું હતું. મ્યાંમારમાં રોહિંગ્યા ઉગ્રવાદીઓ વિરુદ્ધ 25 ઓગસ્ટે સૈન્ય અભિયાન શરૂ થયા બાદથી લગભગ સાત લાખ રોહિંગ્યા બાંગ્લાદેશમાં શરણાર્થી બન્યા છે. જોકે, મ્યાંમારની સરકારે યાંગીને પોતાના દેશમાં પ્રવેશવા દીધા હતા.

(10:56 pm IST)