Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બજેટના વિરોધમાં આરએસએસના સહયોગી ભારતીય મજદૂર સંઘ કરશે દેશવ્યાપી દેખાવો

બજેટમાં મજૂરો અને નોકરિયાતવર્ગની અવગણના :આંગણવાડી અને આશાવર્કરોમાં પણ નિરાશા

નવી દિલ્હી ;નાણામંત્રી અરુણ જેટલીએ આજે સામાન્ય બજેટ રજુ કર્યું હતું તેમાં કેટલાય વર્ગની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત મજૂર સંગઠન પણ ખુશ નથી. આરએસએસના સહયોગી સંગઠન ભારતીય મજદૂર સંઘે બજેટને નિરાશાજનક ગણાવીને શુક્રવારે દેશવ્યાપી દેખાવનું એલાન કર્યું છે.

 ભારતીય મજદૂર સંઘનું કહેવુ છે કે સરકારે મજૂરો અને નોકરિયાત વર્ગની અવગણના કરી છે. ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી અને મજૂરોના હિતમાં પણ કોઈ એલાન કરાયું નથી. આંગણવાડી વર્કર્સ અને આશા વર્કર્સ માટે સરકાર તરફથી માત્ર નિરાશા હાથ લાગી છે. ભૂતકાળમાં ભારતીય મજદૂર સંઘે મોદી સરકારની નીતિઓની ટીકા કરી છે. ભારતીય મજદૂર સંઘે નોટબંધી અને જીએસટીને લઈને પણ કહ્યુ હતુ કે આના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને ઘણું નુકસાન થયું છે.

(10:57 pm IST)