Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મિડલ ક્લાસ કરદાતાના હાથમાં વધુ નાણાં રહેશેઃ બજેટ બાદ જેટલીની ખાતરી

નવીદિલ્હી,તા. ૧, નાણામંત્રી અરુણ જેટલીએ બજેટ બાદ પરંપરાગતરીતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, દરેક વાર્ષિક બજેટ સાથે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગના કરદાતાના હાથમાં વધુને વધુ નાણા મુકી રહી છે. દરેક બજેટમાં સ્ટેપ બાય સ્ટેપ વધુ પૈસા મુકવામાં આવી રહ્યા છે. ટેક્સ બોજ ઘટાડવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે પાંચ લાખથી ઓછી વાર્ષિક આવક સાથેના લોકો માટે ટેક્સ રેટ પાંચ ટકા ઘટાડ્યો હતો. વિશ્વમાં સૌથી ઓછો ટેક્સ રાખવામાં આવ્યો છે.

(10:09 pm IST)