Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ભારતમાં ટીવી ચેનલોની સંખ્‍યા ૮૭૭ને આંબી ગઇઃ મિનીસ્‍ટ્રી ઓફ ઇન્‍ફોર્મેશન એન્‍ડ બ્રોડકાસ્‍ટીંગ દ્વારા જાહેર કરાયેલી માહિતિ

ન્‍યુ દિલ્‍હીઃ ભારતના મિનીસ્‍ટ્રી ઓફ ઇન્‍ફોર્મેશન એન્‍ડ બ્રોડકાસ્‍ટીંગ (MIB) દ્વારા  દેશમાં ૨૦૧૭ની સાલમાં મંજુર કરાયેલી ચેનલોની સંખ્‍યા જાહેર કરવામાં આવી છે. જે સંખ્‍યા ૪૫ની થવા જાય છે. જે આગલા વર્ષે એટલે કે ૨૦૧૬માં ૭૫ નવી ચેનલોને લાયસન્‍સ મંજુર કરાયા હતા. આમ ડીસેં. ૨૦૧૭ સુધીમાં કુલ ટીવી ચેનલોની સંખ્‍યા ૮૭૭ થઇ ચે.

આ ચેનલોમાં ૩૮૯ ચેનલને ન્‍યુઝ એન્‍ડ કરન્‍ટ અફેર્સ માટે તથા ૪૮૮ ચેનલને નોન ન્‍યુઝ એન્‍ડ કરન્‍ટ અફેર્સ માટે લાયસન્‍સ અપાયા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:54 pm IST)