Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મશહુર લેખિકા કમલાદાસની આત્મકથા પુસ્તક માટે ગુગલે યાદ કર્યા

નવીદિલ્હી :અંગ્રેજી-મલયાલમ ભાષના મશહુર લેખિકા કમલાદાસની આત્મકથા ''માય સ્ટોરી'' આજે તા.૧-૩-૧૯૭૩ના પ્રસિધ્ધ થઇ હતી જેથી ગુગલે ''ડૂડલ'' દ્વારા તેમને યાદ કર્યા હતા.

કમલાદાસની આત્મકથા અને બહુ વિવાદોમાં રહેલું પુસ્તક MY STORY આજના દિવસે ૧૯૭૩માં પ્રકાશિત થયું હતું. તેમને બાળપણથી જ કવિતાઓ લખવાનું શરૂ કરી દીધુ હતું. તેમની આત્મથા માઇ સ્ટોરી પર ઘણો વિવાદ પણ થયો હતો અને તેને ધણી વાંચવામાં પણ આવી. તેમના વિશે કહેવાય છે કે તેમના પરિવારના લોકો સૂઇ જાય એટલે તેઓ રસોડામાં બેસીને આખી રાત કવિતાઓ લખતા રહેતા હતા અને સવાર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેતો હતો. કમલા દાસનો જન્મ ૩૧ માર્ચ ૧૯૩૪એ ત્રિચૂર જિલ્લાના બ્રાહ્મણ નાયર પરિવારમાં થયો હતો. તેમના માતા બાલમણિ અમ્મા ઘણા સારા કવયિત્રી હતા. આજ કારણ છે કે કમલાદાસ પણ બાળપણથી જ કવિતાઓ લખવાનું શરૂ કરી દીધુ હતું. તેમના પિતા કલકતામાં ઉચ્ચ હોદા પર હતા. તેમની ઉંમરના બીજા બાળકો લખતા-વાંચતા, ખાતા-પીતા, મોજ-મસ્તી કરતા પરંતુ ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ હોવા છતા તેમને ચારદિવાલોની અંદર જ રહેવું પડતું. ૧૫ વર્ષની ઘણી નાની ઉંમરમાં કમલા દાસના લગ્ન કલકતામાં માધવ દાસ સાથે થઇ ગયા હતા. તેમના લગ્ન ૧૫ વર્ષ મોટા વ્યકિત સાથે થયા હતા. તેમના પતિ રિઝર્વ બેન્કના મોટા અધિકારી હતા. ૧૬ વર્ષની નાની ઉંમરમાં તે માતા બન્યા હતા. કમલાદાસ બાળપણથી જ કવિતાઓ લખતા હતા પરંતુ લગ્ન બાદ તેમને લખવા માટે ત્યાં સુધી જાગવુ પડતુ જયાં સુધી સમગ્ર પરિવાર સૂઇ ના જાય તે સવાર સુધી લખતા. મલયાલમમાં તેઓ માધવી કુટૃીના નામથી લખતા હતા.જયારે અંગ્રેજીમાં તેમણે કમલા દાસના નામથી લખ્યું માધવી કુટૃી તેમની નાનીનું નામ હતું. કમલા દાસ ૧૯૮૪માં એક રાજનીતક પાર્ટી બનાવીને ચૂંટણી લડયા હતા. પરંતુ તેમના જામીન જપ્ત થઇ ગયા જે બાદ તેઓ રાજકારણમાંથી દૂર થઇ ગયા. કમલા દાસે ૧૯૯૯માં અચાનક ધર્માંતરણ કરી દીધુ અને તેમના નામની આગળ સુરૈયા જોડાઇ ગયું. તેમણે પડદા પ્રથાનો વિરોધ કરતા આઝાદીની માંગણી કરી અને આ જ કારણથી કટૃર મુસ્લિમો સાથે તેમનો વિરોધ રહ્યો. કમલા દાસ તે સમયે વિવાદોમાં આવ્યા જયારે તેમણે પોતાની આત્મકથા માઇ સ્ટોરીને પ્રકાશિત કરી. આ પુસ્તક એટલું વિવાદસ્પદ રહ્યું અને એટલું વંચાયું કે તેને ૧૫ વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો આ પુસ્તકના કારણે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મેળવી. કમલા દાસના અંગ્રેજીમાં ધ સિરેન્સ, સમર ઇન કોલકતા, ધ ડિસેન્ટસ, ધ ઓલ્ડી હાઉસ એન્ડ અધર પોએમ્સ, અલ્ફાબેટસ ઓફ લસ્ઠ, ધ અન્નામલાઇ પોએમ્લસ અને પદ્માવતી ધ હોરલોટ એન્ડ અધર સ્ટોરિસ સહિત ૧૨ પુસ્તકો લખ્યા મલયાલમાં પક્ષીયિદુ માનમ, નરિચીરૂકલ પારકકુમ્બોલ, પલાયન, નેપાયસમ, ચંદના મરગલમ અને થાનુપ્પૂ સહિત ૧૫ પુસ્તકો પ્રકાશિત થયા છે.કમલા દાસને વર્ષ ૧૯૮૪માં નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા. આ સિવાય તેમને એવોર્ડ ઓફ એશિયન પેન એન્થોલોજી(૧૯૬૪) , કેરળ સાહિત્ય એકાદમી પુરસ્કાર(૧૯૬૯) , સાહિત્ય અકાદમી પુરસ્કાર(૧૯૮૫), એશિયન પોએટ્રી પુરસ્કાર(૧૯૯૮), કેન્ટ પુરસ્કાર(૧૯૯૯), એશિયન વર્લ્ડસ પુરસ્કાર(૨૦૦૦),વયલોર પુરસ્કાર (૨૦૦૧), મુટૃાથુ વરકે એવોર્ડ અને એજયુથાચન પુરસ્કાર (૨૦૦૯) જેવા કેટલાય એવોર્ડ પુરસ્કાર પણ મળ્યા.કમલા દાસનું અવસાન ૭૫ વર્ષની ઉંમરેમાં ૩૧ મે ૨૦૦૯એ થયું હતું.

(8:27 pm IST)