Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પશ્ચિમ બંગાળમાં મમતાનો વિજયઃ ભાજપની હાર

પ.બંગાળની નવપાડા - ઉલબેરિયા સીટ પર ટીએમસીએ જીત નોંધાવી

કોલકત્તા તા. ૧ : પશ્ચિમ બંગાળમાં યોજાયેલી એક લોકસભા અને વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ભાજપને ફટકો પડયો છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંને બેઠકો પર જીત પાકી કરીને ભાજપને કારમી હાર આપી છે.

મમતા બેનર્જીના પક્ષે નોઆપારા વિધાનસભા બેઠક ૬૩૦૧૮ મતે જીતી લીધી છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ નોઆપાડા સીટ પર રાજ્યની સત્તારૂઢ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સુનીલસિંહે ૧ લાખથી વધુ મતથી જીત નોંધાવી છે.

બીજી બાજુ ઉલુબેડિયાસીટ પર પણ ટીએમસી આગળ ચાલી રહી હતી. આ ચુંટણી જંગ ભાજપ, ટીએમસી અને માકપા વચ્ચે હતી.પશ્ચિમ બંગાળની ઉલબેરિયા લોકસભા સીટ પર પણ ટીએમસી વિજયી બની છે. આ તમામ સીટો પાછલી ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોના અવસાનથી ખાલી થઇ હતી.

નવપાડા (પશ્ચિમ બંગાળ) વિધાનસભા સીટ પર ટીએમસીના સુનીલ સિંહ ૧,૧૧,૭૨૯ વોટ્સથી જીત્યા. આ સીટ કોંગ્રેસના ધારાસભ્ય મધુસૂદન ઘોષના અવસાનથી ખાલી થઇ હતી.

ઉલબેરિયા  વિધાનસભા સીટ પર ટીએમસી અડધો લાખથી વધુ વોટથી આગળ ચાલી રહી છે.

કોંગ્રેસ ધારાસભ્ય મધૂસુદન ઘોષના નિધનના કારણે ખાલી પડેલી નવપાડા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી.

તૃણમુલે ઉલ્બેરિયાથી સુલતાન અહેમદની પત્ની સાજીદાને ઉમેદવાર બનાવ્યાં હતા. તો ડાબેરીઓએ એસ.કે.મુદસ્સર હુસૈન વારસીને ટિકિટ આપી હતા. જયારે ભાજપ તરફથી અનુપમ મલિક ઉમેદવાર હતા. નવાપાડાથી તૃણુમુલ કોંગ્રેસના સુનિલ સિંહ ઉમેદવાર, ડાબેરી નેતા ગાર્ગી ચેટર્જી, કોંગ્રેસના ગૌતમ બોસ અને ભાજપના સંદીપ બેનર્જીના વચ્ચે જંગ ખેલાયેલ.

(4:08 pm IST)