Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

દેશમાંથી પ્રાદેશિક કોમોડિટી એકસચેન્જનું અસ્તિત્વ આવતા સપ્તાહે ખતમ થશે

ચાર રીજનલ એકસચેન્જો બંધ થયા છે અને હવે દેશના એકમાત્ર બચેલા હાપુર એકસચેન્જે પણ આગામી મહિને બંધ થઇ રહ્યું છે : ર૦૧૭ના અંતિમ કવોર્ટરમાં રાજકોટ કોમોડિટી એકસચેન્જ અને ઇન્ડિયન પેપર એન્ડ સ્પાઇસ ટ્રેડ અસોસીએશન હેઠળના એકસચેન્જો બંધ થયા છે

મુંબઇ તા. ૧ : દેશમાં પ્રાદેશિક કોમોડિટી એકસચેન્જનો એક વાર જમાનો હતો, પરંતુ હવ ેએનું અસ્તિત્વ નાબુદ થઇ ગયું છે. દેશમાં કોમોડિટી વાયદા બજારનું નિયંત્રણ કરતી સંસ્થા ફોર્વર્ડ માર્કેટ કમિશન (જ્પ્ઘ્) નું સેબી સિકયોરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં મર્જર થયા બાદ અત્યાર સુધીમાં ચાર રીજનલ એકસચેન્જો બંધ થયા છે. અને હવે દેશના એકમાત્ર બચેલા હાથુર એકસચેન્જે પણ આગામી મહિને બંધ થઇ રહ્યું છે.

ર૦૧૭ ના અંતિમ કવોર્ટરમાં રાજકોટ કોમોડિટી એકસચેન્જ અને ઇન્ડિયન પેપર એન્ડ સ્પાઇસ ટ્રેડ અસોસીએશન હેઠળના એકસચેન્જો બંધ થયા છે. હવે હાપુર કોમોડીટી એકસચેન્જ દેશમાં બંધ થયેલ છેલ્લુ પ્રાદેશીક એકસચેન્જ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં દાયકા પહેલા કુલ બાવીસ પ્રાદેશીક કોમોડીટી એકસચેન્જો કાર્યરત હતા, જેનો યુગ હવે પુરો થશે.

કોમોડીટી પાર્ટિસિપન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સંજય રાવલે જણાવ્યું હતું કે 'સેબી એવું ઇચ્છતી હતી કે રીજનલ કોમોડીટી એકસચેન્જો પણ કોર્પોરેટર શિસ્ત પ્રમાણે કામ કરે. જો તેઓ આ પ્રમાણેનું કામ ન કર શકે તો તેઓ એકિઝટ થઇ શકે છે.હાપુર સાથે ક્ષેત્રીય કોમોડીટી એકસચેન્જના યુગનો અંત આવશે.'

સેબીની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે હાપુર કોમોડિટી એકસચેન્જનું લાઇસન્સ ર૮ ફેબ્રુઆરીએ પુર્ણ થઇ રહ્યું છે. સેબી દ્વારા રાયડા વાયદામાં નવા કોન્ટ્રેકટની મંજુરી આપવામાં આવી નથી, પરિણામે હવે એકસચેન્જ બંધ થશે હાપુરનો વાયદો છેક ૧૯ર૩માં શરૂ થયો હતો આ એકસચેન્જ બંધ થવાની નાના ખેડુતોને મુશ્કેલી થઇ શકે છે, કારણ કે તેઓ રાષ્ટ્રીય એકસચેન્જમં સભ્ય બની શકતા નથી

સેબી દ્વારા દરેક એકસચેન્જ માટે ૧૦૦ કરોડ રૂપિયાનું લઘુતમ નેટવર્થનો નિયમ નકકી કરવામાં આવ્યો હતો એકસચેન્જમાં ર૦૦ સભ્યો શેરહોલ્ડર હોવા છતાં દરેક પાસેની મુડી ઓછી હોવાથી સેબીની શરતો પુરી કરવી મૂશ્કેલ છે એમ એકસચેન્જના સૂત્રોએ જણાવ્યું હતું.

(4:07 pm IST)