Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજસ્થાનમાં ભાજપનું ધોવાણઃ ત્રણેય સીટ પર કોંગ્રેસનો વિજય

પેટાચુંટણીમાં અજમેર, અલવર, માંડલગઢ સીટ પર કોંગ્રેસની જીત

જયપુર તા. ૧ : નવા વર્ષે પર રાજસ્થાનની પેટાચુંટણીમાં કોંગ્રેસને પ્રજાએ મોટી ભેટ આપી છે. ભાજપે પોતાની ત્રણ સીટો ગુમાવી છે અને કોંગ્રેસ ચોકાવીને આ ત્રણેય સીટો પોતાનો કબ્જો જમાવી લીધો છે.

અજમેર અને અલવર લોકસભા સીટ માટે વોટની ગણતરી અજમેર અને અલવરમાં થઈ રહી છે. જયારે માંડલગઢ વિધાનસભા સીટની મત ગણતરી ભીલવાડામાં થઈ રહી છે. આ પેટા ચૂંટણી અજમેરના બીજેપી સાંસદ સાંવરલાલ જાટ, અલવરના બીજેપી સાંસદ ચાંદ નાથ અને માંડલગઢ બીજેપી ધારાસભ્ય કીર્તિ કુમારીના નિધનથી ખાલી પડી હતી.૨૯ જાન્યુઆરીના રોજ થયેલા મતદાનમાં ત્રણેય સીટો પર ૪૨ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું હતું.

અલવર લોકસભા સીટ પર બીજેપીના જસવંત સિંહ યાદવ અને કોંગ્રેસના ડો, કરણ સિંહ યાદવ, અજમેર લોકસભા સીટ પર કોંગ્રેસના રઘુ શર્મા અને ભાજપના રામ સ્વરૂપ લાંબા તથા માંડલગઢ વિધાનસભા સીટ પર ભાજપના શકિત સિંહ હાડા અને કોંગ્રેસના વિવેક ધાકડ વચ્ચે મુકાબલો છે.

રાજસ્થાનમાં કોંગ્રેસને કલ્પનાતીત લીડ મળીઃ ભાજપનો ભૂક્કો

રાજસ્થાનમાં લોકસભાની અલવર સીટ ઉપર કોંગ્રેસના કરણસિંહ યાદવ લગભગ દોઢ લાખ મતે અને અજમેર સીટ ઉપર કોંગ્રેસના રઘુ શર્મા પોણો લાખ મતથી ભાજપના ઉમેદવારો કરતા આગળ

(4:07 pm IST)