Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજસ્થાન - મધ્યપ્રદેશ ભાજપના મુખીયાઓ બદલવાની તૈયારીઓ થઈ ગયાના મળતા સંકેત

રાજસ્થાનમાં જે રીતે ભાજપનો ભૂંડામાં ભૂંડો પરાજય થયો અને લોકસભા - વિધાનસભાની ત્રણે બેઠકો ગુમાવવી પડી ત્યારે હવે વસુંધરા રાજેના વળતા પાણી થઈ ગયાનું કે કરાવાયાનું ભારે ચર્ચામાં છે. રાજસ્થાનમાં પણ ગુજરાતની જેમ તમામ ૨૬ બેઠક ભાજપને મળી હતી, ત્યારે આ લપડાક મારી છે, હવે પછીની ચૂંટણીમાં વસુંધરાની બાદબાકી થાય તો નવાઈ નહિં. તેવી જ રીતે મધ્યપ્રદેશમાં પણ શિવરાજસિંહ ચૌહાણનું સ્થાન નજીકના ભવિષ્યમાં ડોલવા લાગે તો પણ નવાઈ નહિં એવી ભારે ચર્ચા ચાલી રહી છે. રાજસ્થાનમાં ઓમ માથુર અને મધ્યપ્રદેશમાં. રાજસ્થાનમાં ભાજપએ કરણી સેનાનો સહારો લીધો તે પણ કામ ન આવ્યુ. તો અનય એક નિરીક્ષક લખે છે કે ''રાજસ્થાન મેં હારેંગે તો વસુંધરા સે લોગ ગુસ્સા થે'', જીતેંગે તો ''મોદી લહર નહિં સુનામી'' જારી હૈના નારા ગુંજવાનું નક્કી હતું.

(4:06 pm IST)