Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વડાપ્રધાન સુધી તમારી વાત પલકારામાં પહોંચાડી શકો છો...

'નવીનતમ આઈડિયા હોય કે ફરીયાદ'

તમારો કોઈ આઈડિયા હોય કે ફરીયાદ તમે તમારી મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ોમદી સુધી પહોંચાડી શકો છો. આ માટે તમારે ન કોઈ પોલીટીકલ સોર્સની જરૂર છે અને ન તો કયાંય ભટકવાની જરૂર છે. ફરીયાદ અને આઈડિયાની આખી પ્રોસેસ ઓનલાઈન છે.

તમે કોઈ કમ્પલેન કરી છે તો તેની પર શંુ કાર્યવાહી થઈ? અથવા હાલ તેનું સ્ટેટસ શું છે? આ જાણકારી પણ તમને ઓનલાઈન મળી જશે. કમ્પલેન કર્યા બાદ એક રજીસ્ટ્રેશન નંબર મળે છે. આ નંબર તમને મોબાઈલ પર પીએમઓની તરફથી મોકલવામાં આવે છે. આ નંબરની મદદથી તમે તમારી કમ્પલેનનું સ્ટેટસ ચેક કરી શકો છો. આજે એમ આપને જણાવી રહ્યા છીએ કઈ રીતે પ્રધાનમંત્રી સુધી તમારી ફરીયાદ કે આઈડીયા મોકલી શકો છો.

આ માટે તમે સૌ પહેલા http://www.pmindia.gov.in પર જવાનું રહેશે.

અહીંં જઈને તમે જે લેંગ્વેજનો યુઝ કરવા ઈચ્છો છો તો તેને સિલેકટ કરી શકો છો.

હિન્દી, અંગ્રેજીની સાથે જ તમિલ, તેલુગુ, બંગાળી, ગુજરાતી, કન્નડ જેવી ભાષાઓનો વિકલ્પ પણ અહીં મળે છે. તમે જે પણ લેંગ્વેજને સિલેકટ કરો છો. તેમાં આખી કન્વર્ટ થઈ જશે.

આ પછી તમે સાઈટમાં નીચેની તરફ સ્ક્રોલ કરો. અહીં તમને પ્રધાનમંત્રીની સાથે વાતચીત કરો હેડીંગથી એક કોલમ દેખાશે.

તેમાં બે ઓપ્શન હશે. એક હશે તમારો વિચાર કે વિચાર લખવાનો અને અન્ય હશે પ્રધાનમંત્રીને લખવાનો.

કમ્પલેન કરવી છે તો તમે અન્ય ઓપ્શન પર કિલક કરો તેની પર કિલક કરશો કે તરત જ એક ફોર્મ દેખાશે. આખુ ફોર્મ ભરવું પડશે.

હવે તમારે આ ફોમર્મ ભરવાનુ રહેશે. અહીં નીચે બોકસમાં પોતાની ફરીયાદ લખવાનો વિકલ્પ પણ મળશે.

અહીં ફરીયાદ લખીને  તેને સબમીટ  કરો, પછી તમારા મોબાઈલ નંબર પર એક રજીસ્ટ્રેશન નંબર મળશે.

આ નંબરની મદદથી તમે ફરીયાદનું સ્ટેટસ ફયુચરમાં ચેક કરી શકશો. પ્રધાનમંત્રી કાર્યાલયથી આ નંબર અને તમારા ઈ-મેઈલ આઈડી પરથી તમને સંપર્ક કરવામાં આવશે. (સોશ્યલ મીડિયામાંથી)

(3:54 pm IST)