Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાહુલ ગાંધીના જેકેટનું બિલ ભાજપે તપાસ્યું છે?:નવજોત સિદ્ઘુની સટાસટી

તેઓએ રાહુલ ગાંધી જેવા સરળ માણસ જોયા નથીઃ જેકેટ મુદ્દે સિધ્ધુના ભાજપ પર પ્રહારો

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જેકેટ મુદ્દે ભાજપે સાધેલા નિશાનને પગલે કોંગ્રેસના રેણુકા ચૌધરીએ ભાજપની ટિક્કાને હાસ્યાસ્પદ ગણાવી આવું જેકેટ ૭૦૦માં લાવી શકે છે અને મોદીની ઈચ્છા હોય તો ગિફ્ટ પણ આપી શકે છે તેમ જણાવવ્યુ હતું ત્યારે હવે કોંગ્રેસના  નેતા નવજોતસિંહ સિદ્ઘુએ રાહુલ ગાંધીના બચાવમાં ભાજપ પર સવાલો કર્યા હતા. સિદ્ઘુએ કહ્યું હતું કે, તેમણે રાહુલ જેવા સરળ માણસ જોયા નથી. તેમજ ભાજપ પર પ્રહાર કરતા સવાલો કર્યા હતા કે, જયારે રાહુલે સૂટ ખરીધુ ત્યારે શું ભાજપે તેનું બીલ ચેક કર્યું હતુ? જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુંકા ચૌધરીએ ભાજપના આરોપને ખોટો

ઠેરવી તેવું જ સૂટ ૭૦૦ માં લાવી શકે છે. તેમ જણાવ્યું.

(3:41 pm IST)