Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ગુજરાતની મહિલાનું બળજબરીપૂર્વક ધમાંર્તરણ કરાવીને સાઉદીમાં ISIS ને વેચી મારવાનો પ્રયાસ કરનાર કેરળ- બેગ્લોંરના ૯ શખ્શો સામે NIA દ્વારા ગુનો દાખલ

૨૫ વર્ષની મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે મુહમદ રીયાસ રશીદ નામના એક શખ્શે તેને લલચાવીને તેની વાંધાજનક તસ્વીરો ખેંચી હતી અને તેને ગેરકાયદે રીતે ગોંધી રાખી હતીઃ એનઆઇએ

  એનઆઇએના પ્રવકતાના જણાવ્યા અનુસાર ફરીયાદીએ એવું પણ જણાવ્યું હતું  કે આરોપીએ તેની સાથે છેતરપીંડી કરીને લગ્ન કર્યા હતા અને બળજબરી પૂર્વક તેને  ઇસ્લામ ધર્મ અંગિકાર કરવા ફરજ પાડી હતી. એનઆઇએના જણાવ્યા  અનુસાર રશીદે ગેરકાયદે રીતે ગોંધી રાખી હતી અને ધમકી પણ આપી હતી. ત્યારબાદ તે આતંકી સંગઠન ISIS માં જોડવા માટે ઓગસ્ટ ૨૦૧૭માં તેને સઉદી અરેબિયાના જીદ્દાહ લઇ ગયો હતો. રશીદ ઉપરાંત એફઆઇ આરમાં કનુરના અબ્દુલ કાદર,  પેરીગડીના  મુહમદ નજીશ ટી કે, કનુરના અબ્દુલ મુહાસીન, બેગ્લુરુના દાનિશ નજીબ, બેગલુરુના ગજીલા, પેરૂવરમના અવસ જમાલ, બેગલુરૂના મોઇન પટેલ અને બેગલુરુના ઇલીયાસ મોહમદનો પણ એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે.  આ કેસમાં અસલમાં કેરળમાં ગુનાહિત સાઝીશ માટે અર્નાકુલમ જિલ્લામાં નોંધાયો હતો. મહિલાએ ફરીયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો. મહિલાએ ફરીયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો. કે આરોપીએ તેને વિવાદાસ્પશ ઇસ્લામીક ઉપદેશક ઝાકિર નાઇકની શિષ્યા બનવા પણ દબાણ કયુંર્ હતું.

(3:39 pm IST)