Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સીધા કરવેરાની અસર

* આવક મર્યાદામાં કોઈપણ ફેરફાર કરવામાં આવતો નથી.

* પગારદાર વ્‍યકિતને સ્‍ટાન્‍ડર્ડ ડિકશન રૂા. ૪૦,૦૦૦ સુધી બાદ મળશે

* બેન્‍ક, પોસ્‍ટ ઓફીસ તથા રીકરીંગ ડીપોમાં ઉપર અત્‍યારે ૧૦ હજાર સુધી કરમુકત છે, તે વધારી ૫૦ હજાર સુધી કરમુકત કરવામાં આવી તેમાં ટીડીએસ પણ નહીં કપાય

* સીનીયર સીટીઝનને કલમ ૮૦/૫ નીચે ૫૦ હજાર સુધી મેડીકલ વિમા પ્રિમીયર પૂરેપૂરા બાદ મળશે * ગંભીર બિમારી માટે કલમ ૭૦ડીડીબીમાં અત્‍યારે ૬૦ હજાર / ૮૦ હજારથી વધારી ૧ લાખ સુધી ખરેખર ખર્ચ બાદ મળશે.

* પ્રધાનમંત્રી વિમા યોજનામાં સીનીયર સીટીઝનમાં વધારો કરવામાં આવશે.

 * ટેકસ દેનાર ૧૯.૨૫ લાખ લોકો વધ્‍યા, ડાયરેકટ ટેકસ કલેકશન ૧૨.૬ ટકા વધ્‍યુ

* કંપનીઓના રોકાણ થકી ૧ લાખ કરોડ ભેગા કરીશુ * સરકારની ખોટ ૫.૯૫ લાખ કરોડ

* દરેક વેપારમાં યુઆઈડી અપાશે

* ૨૫૦ કરોડ સુધી ટર્નઓવરવાળી કંપનીઓએ ૨૫ ટકા કોર્પોરેટ ટેકસ આપવો પડશે

* ખેડૂતલક્ષી ૧૦૦ કરોડ સુધીની ઉત્‍પાદક કંપનીને ટેકસમાં સંપૂર્ણ માફી સોનુ લાવવા - લઈ જવા માટે નવી નીતિ બનાવાશે * હજી પણ ટેકસની ચોરી થઈ રહી છે

* વડાપ્રધાનનો પગાર વધારવા પ્રસ્‍તાવ * નોકરીયાતને ટેકસમાં કોઈ છૂટ નહિં,

* ૪૦ હજાર સુધી સ્‍ટાન્‍ડર્ડ ડિડકશન મળશે * ડીપોઝીટ ઉપર ૧૦ હજારથી ૫૦ હજાર સુધીની છૂટ

* મેડીકલ બીલ ઉપર છૂટ ચાલુ રહેશે * દેશભરમાં ૫ લાખ વાઈફાઈ હોટસ્‍પોટ બનાવાશે

* નોટબંધીથી ૧૦૦૦ કરોડનો ટેકસ આવ્‍યો * સીનીયર સીટીઝનને મેડીકલેમમાં ૫૦ હજાર સુધીની છૂટ

* સીનીયર સીટીઝનોને જમા રકમના વ્‍યાજ ઉપર ૫૦ હજારની છૂટ

* શિક્ષા સ્‍વાસ્‍થ્‍યમાં ૧ ટકા સેસમાં વધારો

* લોન્‍ગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ ૧૦ ટકા રહેશે, ૧ વર્ષથી વધુ શેર રાખવા ઉપર ૧૫ ટકા ટેકસ 

* રક્ષાક્ષેત્રમાં સ્‍વદેશી પ્રોડકશનને વધારવા સરકાર નવી પોલીસી લાવશે.

 

(3:39 pm IST)