Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

૪૦,૦૦૦ સ્‍ટાન્‍ડર્ડ ડીડેકશનથી વધુમાં વધુ ૧૭૪૦નો ફાયદો થશે

નવી દિલ્‍હી : પગારદાર વર્ગને રાહત આપવાના નામે ૪૦,૦૦૦ના સ્‍ટાન્‍ડર્ડ ડીડેકશનની જાહેરાત કરવામાં આવી છેઃ બીજી તરફ ટ્રાન્‍સપોર્ટ એલાઉન્‍સ અને મેડીકલ રીએમ્‍બર્સની સુવિધા છીનવી લીધી છેઃ સૂત્રોનું કહેવું છે કે જેટલીએ રાહતના નામે માત્ર થોડુ જ આપ્‍યું છે, પાછલા દરવાજેથી સુવિધા છીનવી લીધી છેઃ નિષ્‍ણાંતો કહે છે કે સ્‍ટાન્‍ડર્ડ ડીડેકશન લાગુ થવાથી પગારદાર વર્ગને માત્ર ૫૮૦૦ રૂા.નો ટેક્‍સનો ફાયદો થશે, જ્‍યારે વર્તમાનં બંને ભથ્‍થા પરિવહન અને ચિકિત્‍સા છીનવી લીધા છેઃ જો કે, હોસ્‍પિટલમાં દાખલ થવા વગેરે મામલામાં તમામ કર્મચારીઓને અન્‍ય મેડિકલ બેનીફીટ્‍સ મળતા રહેશે

(3:36 pm IST)