Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બજેટમાં નાણામંત્રીએ મહિલાઓને આપી સૌથી મોટી ગિફટ

નવી દિલ્‍હી તા.૧ : ફાઈનાન્‍સ મંત્રીએ મહિલાઓને બજેટમાં ખુશ કરી દીધા છે. નોકરિયાત મહિલાઓના ખિસ્‍સા ભરતા મહિલાઓના ઈપીએફ કોન્‍ટ્રીબ્‍યુશનને ઓછું કરીને ૮ ટકા કરી દીધું છે. હવે ઓછો પગાર ધરાવતી મહિલાઓ પોતાની મરજીથી ઓછું ઈપીએમ કપાવી શકશે. તેનાથી તેના હાથમાં ખર્ચ માટે વધુ રૂપિયા આવશે.

બજેટમાં કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠનથી સંચાલિત યોજનાઓમાં મહિલા કર્મચારીઓ માટે કોન્‍ટ્રીબ્‍યુશન રેટને ઓછો કરી દેવાયો છે. મહિલા કર્મચરીઓ માટે પીએફ યોજનાઓમાં કોન્‍ટ્રીબ્‍યુશન રેટ ૮ ટકાથી વચ્‍ચે કરાયું છે. જેથી જે મહિલાઓનું બજેટ ઓછું છે, તે ઓછું ઈપીએફ કપાવીને વધુ રૂપિયા પોતાના ખિસ્‍સામાં રાખી શકે છે. પહેલા તે અંદાજે ૯ ટકા હતું. સરકારે આ વર્ષે નવા કર્મચારીઓ માટે તે વધારીને ૧૨ ટકા કરી દીધું છે.

આર્થિક સરે ગુલાબી રંગમાં રજૂ કરતા આ બાબતના સંકેત મળી ગયા હતા કે, મહિલા સશક્‍તિકરણને લઈને બજેટમાં કંઈક ફાયદો આપવામાં આવશે. તેમજ બજેટમાં મહિલાઓ માટે અનેક લાભકારી પગલાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારે મહિલાઓને ઉજ્જવલ યોજનાનું ટાર્ગેટ ૫ કરોડથી વધારીને ૮ કરોડ કરી દેવાયું છે. એટલે કે ૮ કરોડ ગરીબ મહિલાઓને ગેસ કનેક્‍શન મફતમાં આપવામાં આવશે.

(3:35 pm IST)