Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મધ્‍યમવર્ગને આંચકોઃ ઇન્‍કમટેક્ષમાં કોઇ રાહત નહિ

નાણામંત્રી જેટલીએ પગારદાર-મધ્‍યમવર્ગની આશાઓ પાણી ફરી ફેરવ્‍યુઃ સીનીયર સીટીઝનને આપી થોડી રાહત : ઇન્‍કમટેક્ષમાં સ્‍ટાન્‍ડર્ડ ડિડકશન અંતર્ગત મળશે ૪૦,૦૦૦ રૂા.ની છુટઃ ૪ લાખ રૂપિયા સુધીની આવક પર ર૧૦૦નો ફાયદોઃ વરિષ્‍ઠ નાગરિકોને સ્‍વાસ્‍થ્‍ય વિમા પર છુટ વધારી ૪૦,૦૦૦ કરવામા આવીઃ એફડી, આરડી પર મળતી છુટને ૧૦,૦૦૦ રૂા.થી વધારી પ૦,૦૦૦ કરવામાં આવી

નવી દિલ્‍હી તા.૧ : મોદી સરકારના અંતિમ પુર્ણકાલીન બજેટમાં નોકરીયાત વર્ગ મધ્‍યમવર્ગની ઉમ્‍મીદોને સંપુર્ણ રીતે નજર અંદાજ કરવામાં આવેલ છે. નોકરીયાત વર્ગની અપેક્ષાઓને આંચકો આપતા ઇન્‍કમટેક્ષમાં કોઇપણ પ્રકારની રાહત આપી નથી. બજેટ પહેલા લોકોને આશા હતી કે આયકર છુટની સીમા વધારીને ૩ લાખ કરવામાં આવશે પરંતુ આવુ થયુ નથી. જો કે નાણામંત્રી અરૂણ જેટલીએ પગારદારવર્ગની વર્તમાન ટેકસેબલ ઇન્‍કમમાંથી ૪૦,૦૦૦ રૂા.નું સ્‍ટાન્‍ડર્ડ ડિડકશન આપી દીધુ છે એટલે કે જેટલા પગાર પર ટેકસ લાગશે તેનાથી ૪૦,૦૦૦ ઘટાડી ટેકસ આપવો પડશે. સાથોસાથ હાઉસ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ એલાઉન્‍સ ઉપર પણ મામુલી રાહતનું એલાન કર્યુ છે. તેનો ર.પ૦ કરોડ પગારદાર અને પેન્‍શનર્સને લાભ મળશે.

નાણાકીય વર્ષ-ર૦૦પ-૦૬ સુધી સ્‍ટાન્‍ડર્ડ ડિડકશનની સુવિધા આપવામાં આવતી હતી જે પછી પરત લઇ લેવામાં આવેલ હતી. સીનીયર સીટીઝને હવે કલમ-૮૦ ડી હેઠળ ૧૦,૦૦૦ની જગ્‍યાએ પ૦,૦૦૦ની છુટ આપવામાં આવી છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ રજુ કરતા પગારદાર વર્ગ માટે રાહતની વાત જણાવતા ટ્રાન્‍સપોર્ટ અને મેડીકલ ખર્ચ માટે સ્‍ટાન્‍ડર્ડ ડિડકશનને ૪૦,૦૦૦ કરી દીધેલ છે. આ પહેલા નાણાકીય વર્ષ-ર૦૧૪-૧પમાં ૮૦-સી હેઠળ સરકારે સ્‍ટાન્‍ડર્ડ ડિડકશન લીમીટને ૧ લાખથી વધારી દોઢ લાખ કરી દીધી હતી. કરદાતાઓને આશા હતી કે આ લીમીટ ર લાખ થશે પરંતુ આવુ નથી થયુ. નાણામંત્રીએ ૮૦-ડીમાં હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ માટે ૩૦,૦૦૦ને બદલે પ૦,૦૦૦ રૂા.ની છુટ આપી છે.

વરિષ્‍ઠ નાગરીકોને હવે વિવિધ ડિપોઝીટ પર મળતી પ૦,૦૦૦ રૂા. સુધી ટેકસ છુટ મળશે. જે અગાઉ રૂા.૧૦,૦૦૦ હતી. ચાર લાખ સુધી કમાનારને સ્‍ટાન્‍ડર્ડ ડિડકશનથી લગભગ રૂા.ર૧૦૦નો ફાયદો થશે.

નાણામંત્રી અરૂણ જેટલીએ પગારદાર વર્ગને મામુલી રાહત આપી છે. સ્‍ટાન્‍ડર્ડ ડિડકશન ફરીથી બહાલ કરવામાં આવેલ છે અને જે હેઠળ ૪૦,૦૦૦ મળશે. ઇન્‍કમટેકસના વર્તમાન સ્‍લેબ યથાવત રહે છે એટલે કે ૦ થી અઢી લાખ સુધી શૂન્‍ય ટકા, અઢી લાખથી પાંચ લાખ સુધી પ ટકા, પ લાખથી ૧૦ લાખ સુધી ર૦ ટકા અને ૧૦ લાખ ઉપર ૩૦ ટકા રહેશે. જયારે સીનીયર સીટીઝન એટલે કે ૬૦ થી ૭૯ વર્ષ માટે ૩ લાખ સુધી શૂન્‍ય ટેકસ, ૩ થી પ લાખ સુધી પ ટકા, પ થી ૧૦ લાખ સુધી ર૦ ટકા, ૧૦ લાખથી વધુ ૩૦ ટકા ટેકસ લાગશે.

 

(3:18 pm IST)