Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

‘શુદ્ધ દેશી' ચૂંટણીલક્ષી બજેટ : ગરીબો-ખેડુતોને લોલીપોપ : પગારદાર-મધ્‍યમવર્ગ-રોકાણકારને નિરાશાઃ ૪ લાખ કમાનારને ર૧૦૦નો ફાયદો

નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં રજુ કર્યુ મોદી સરકારનું ર૦૧૮-૧૯નું અંતિમ પુર્ણકાલીન બજેટઃ ખેડુતો અને ગ્રામીણ વિકાસ માટે ઢગલાબંધ જાહેરાતોઃ ૧૦ કરોડ પરિવારો (પ૦ કરોડ) લોકોને પ લાખ સુધીનો મેડીકલ વિમા કલેઇમઃ ૨૦૨૨ પહેલા ખેડુતોની આવક બમણી કરવા એલાનઃ ન્‍યુનતમ સમર્થન મુલ્‍ય વધારવાની જાહેરાત : ઇન્‍કમટેક્ષમાં કોઇ રાહત નહિઃ એક લાખથી વધુ લોંગ ટર્મ ગેઇન્‍સ પર હવે ૧૦ ટકા ટેકસઃ કસ્‍ટમ ડયુટી ૧પ ટકાથી વધારી ર૦ ટકા કરાતા ટીવી, ફોન વગેરે મોંઘા થશેઃ મ્‍યુ.ફંડની કમાણી પર ૧૦ ટકા ટેકસ લાગશેઃ શિક્ષણ અને આરોગ્‍ય પર સેસનો દર ૩ને બદલે ૪ ટકા રહેશેઃ સીનીયર સીટીઝનને ડિપોઝીટ પર છુટ વધારી ૪૦,૦૦૦ તથા આરોગ્‍ય વિમા પર ટેકસ છુટ પ૦,૦૦૦ કરાઇઃ કોર્પોરેટ ટેકસ ૩૦ ટકાથી ઘટાડી રપ ટકાઃ સાંસદોનો પગાર વધશેઃ રેલ્‍વે પર ૧.૪૮ લાખ કરોડનો ખર્ચ થશેઃ પેટ્રોલી-ડિઝલ સસ્‍તા કરવાની જાહેરાતઃ નાણાકીય ખાધ પ.૯૬ લાખ કરોડ

નવી દિલ્‍હી તા.૧ : મોદી સરકારના અંતિમ પુર્ણકાલીન બજેટમાં ગરીબો, ખેડુતો અને નાના તથા મધ્‍યમ ઉદ્યોગો માટે રાહતોનો વરસાદ વરસાવવામાં આવ્‍યો છે પરંતુ મધ્‍યમવર્ગ ખાસ કરીને પગારદાર વર્ગ અને રોકાણકારોને નિરાશ કરીને તેમના ઉપર ટેકસનો બોજો વધારી દીધો છે. નાણામંત્રી જેટલીએ આજે સંસદમાં ર૦૧૮-૧૯નું સામાન્‍ય બજેટ રજુ કર્યુ હતુ જેમાં ખરીફ પાકનું ન્‍યુનતમ સમર્થન મુલ્‍ય કોસ્‍ટના દોઢ ગણા કરવા, ઉજવલા યોજના હેઠળ વિનામૂલ્‍યે ગેસ કનેકશનનું લક્ષ્યાંક ૮ કરોડ કરવા અને વિશ્વની સૌથી મોટી સ્‍વાસ્‍થ્‍ય યોજના હેઠળ ૧૦ કરોડ પરિવારો (પ૦ કરોડ લોકો)ને પ્રતિ પરિવાર પ લાખ રૂા. સુધીનું વાર્ષિક મેડીકલ સુરક્ષા કવચ આપવાની જાહેરાત કરી છે આ ઉપરાંત ખેડુતો માટે આગામી નાણાકીય વર્ષમાં ઋણ આપવાની રકમ ૧૧ લાખ કરોડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ શેરબજારના રોકાણકારોને જે ડર હતો તે ડર અમલમાં મુકયો છે. તેમણે જણાવ્‍યુ છે કે હવે રોકાણકારોએ મ્‍યુ.ફંડની કમાણી પર ૧૦ ટકા ટેકસ આપવો પડશે. આ સિવાય તેમણે જણાવ્‍યુ હતુ કે, લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ હવે ૧૦ ટકા રહેશે. તેમની આ જાહેરાતથી શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.

નાણામંત્રી અરૂણ જેટલીએ શિક્ષા સ્‍વાસ્‍થ્‍ય પર સેસ હવે ૪ ટકા લાગશે તેવી જાહેરાત કરી હતી આ ઉપરાંત કોર્પોરેટ ટેકસ ૩૦ ટકાથી ઘટાડી રપ ટકા કરવાનુ એલાન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ઇન્‍કમટેક્ષ એસેસમેન્‍ટ કોમ્‍પ્‍યુટર થકી થશે. ઇન્‍કમટેક્ષ પર સેસ ૩થી વધારી ૪ ટકા કરવામાં આવેલ છે. તેમણે કસ્‍ટમ ડયુટી વધારવાની જાહેરાત કરી છે જેનાથી વિદેશી મોબાઇલ, ટીવી, લેપટોપ, ફ્રીઝ વગેરે મોંઘા થઇ જશે.

તેમણે જણાવ્‍યુ હતુ કે, એક લાખથી વધારે લોંગ ટર્મ કેપીટલ ગેઇન્‍સ પર ૧૦ ટકા ટેકસ આપવાનો રહેશે. શિક્ષણ અને આરોગ્‍ય પર સેસનો દર હવે ૧ ટકો વધશે એટલે કે ૩ને બદલે ૪ ટકા ટેકસ લાગશે.

તેમણે કહ્યુ હતુ કે, કોર્પોરેટ ઇન્‍ડિયાની પુરતી કાળજી રાખવામાં આવી છે. સરકારે રપ૦ કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપનીઓ પર રપ ટકા ટેકસ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ૯૯ ટકા એનએસએમઇ રપ ટકા ટેકસ આપવો પડશે.

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે સામાન્‍ય બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં મધ્‍યમ વર્ગના લોકોને ફટકો  પડયો હતો. મધ્‍યમ વર્ગ માટે કોઇ રાહત જાહેર કરવામાં આવી ન હતી. બજેટમાં કેટલાક પગલા તેમના માટે હશે તેમ માની રહેલા લોકોની આશા પર પાણી ફરી વળ્‍યુ હતુ. પગારદાર વર્ગ અને મધ્‍યમ વર્ગને આ બજેટના કારણે ફટકો પડયો હતો. નાણાંપ્રધાને બજેટમાં ટેક્‍સ છુટછાટ વધારી દેવાનો ઇન્‍કાર કરતા નિરાશાનુ મોજુ ફરી વળ્‍યુ હતુ. જેટલીએ સેલરીડ ક્‍લાસના વર્તમાન ટેક્‍સેબલ ઇન્‍કમમાંથી ૪૦ હજાર રૂપિયાનાના સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શનની વાત કરી છે. એટલે કે જેટલા પગાર પર ટેક્‍સ બનશે તેમાંથી ૪૦ હજાર રૂપિયા ધટાડીને ટેક્‍સ આપવાની જરૂર રહેશે. સાથે સાથે હાઉસ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ એલાઉન્‍સ પર નજીવી રાહત આપવામાં આવી છે. આનો ૨.૫ કરોડ સેલરીડ અને પેન્‍શનર્સને લા મળશે. આના કારણે પેન્‍શનર્સને પણ લા મળશે. અલબત્ત નાણાંકીય વર્ષ ૨૦૦૫-૦૬ સુધી સ્‍ટાન્‍ડર્ડ  ડિડક્‍શનની સુવિધા મળેલી હતી તે મોડેથી પરત લેવામાં આવી હતી. સિનિયર સિટિજન્‍સને હવે સેક્‍શન ૮૦ સી હેઠળ ૧૦ હજાર રૂપિયાની જગ્‍યાએ ૫૦ હજાર સુધી છુઠછાટ આપવામાં આવનાર છે. બીજી બાજુ તમામ સરકારી પ્રમાણપત્ર હવે ઓનલાઇન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. માોઇલ અને ટીવી પણ હવે વધારે મોંધા થનાર છે. ટીવીના કેટલાક પાર્ટસ પર કસ્‍ટમ ડયુટી વધારીને ૧૫ ટકા કરી દેવામાં આવી છે.  ફોન પર કસ્‍ટમ ડયુટીને ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દીધી છે. જેટલીએ મધ્‍યમ વર્ગ માટે જાહેરાત ન કરતી તેમનામાં નિરાશાનુ મોજુ ફરી વળ્‍યુ હતુ. ઇન્‍કમ ટેક્‍સ સ્‍લેબ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. એટલે કે ૨.૫૦ લાખ સુધી કોઇ ટેક્‍સ રહેશે નહી. 

તેમણે જણાવ્‍યુ હતુ કે, પગારદાર વર્ગને સ્‍ટાન્‍ડર્ડ ડિડકશનની સુવિધા આપવાથી ૮૦૦૦ કરોડની મહેસુલમાં કમી થશે. તેમણે કહ્યુ હતુ કે, ડાયરેકટ ટેકસ કલેકશનમાં ૧ર.૬ ટકાનો વધારો થયો છે. ટેકસ આપતા લોકોની સંખ્‍યામાં ૧૯.રપ લાખનો વધારો થયો છે. કાળા નાણાની ઝુંબેશથી ટેકસની વસુલાતમાં ૯૦,૦૦૦ કરોડનો વધારો થયો છે. સરકારી ખાધ પ.૯પ કરોડ રહી છે.

(3:17 pm IST)