Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

કર્મચારીઓના વેતન વધે કે ન વધે

સાંસદોના વેતન દર ૫ વર્ષે વઘશે

રાષ્‍ટ્રપતિને ૫ લાખ, ઉપરાષ્‍ટ્રપતિને ૪ લાખ, રાજ્‍યપાલને મહિને ૩ લાખ પગાર મળશે

નવી દિલ્‍હી તા૧ : નાણામંત્રી અરૂણ જેટલીએ આજે પાંચમી વખત યુનિયન બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે અનેક લોભામણી જાહેરાતો કરી હતી. જોકે, સૌથી વધારે આશ્ચર્યજનક જાહેરાત સાંસદો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના પગાર વધારાને લઈને હતી.

અરૂણ જેટલીએ આજે આ અંગે જાહેરાત કરતાં જણાવ્‍યું કે, સાંસદોના વેતનમાં વધારો કરવામાં આવશે. દર પાંચ વર્ષે પગાની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પગારમાં પણ વધારો કરાશે.

જે મુજબ રાષ્ટ્રપતિનું વેતન વધારીને દર મહિને ૫ લાખ અને ઉપરાષ્ટ્રપતિનું વેતન ૪ લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે. જયારે રાજયપાલનું વેતન ૩.૫ લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે.

(2:38 pm IST)