Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

શેરબજાર-SIPમાં રોકાણ કરતાં પહેલાં હવે વિચારજો, સરકારે નાંખી દીધો છે જંગી ટેક્‍સ, શું થશે અસર?

મ્‍યુચ્‍યુલ ફંડની કમાણી પર પણ ૧૦ ટકા ટેક્‍સ લાગશે

મુંબઈ તા.૧ : નાણા મંત્રી અરૂણ જેટલીએ બજેટ સ્‍પીચ દરમિયાન શેરબજારમાં લોંગ ટર્મ ગેઇન ટેક્‍સ નાંખવાની જાહેરાત કરતાં જ માર્કેટમાં ઘટાડો જોવા મળ્‍યો હતો. લોંગ ટર્મ ગેઇન ટેક્‍સ ૧૦ ટકા કરવાની જાહેરાત કરતાં જેટલીએ જણાવ્‍યું કે, ૩૧ જાન્‍યુઆરી ૨૦૧૮ બાદ ખરીદવામાં આવેલા શેર્સ પર ૧૦ ટકા ટેક્‍સ લેવામાં આવશે.    

જાહેરાત મુજબ, ૧ લાખની વધારે લોંગ ટર્મ કેપિટલ ગેન પર ૧૦ ટકા ટેક્‍સ લેવામાં આવશે. ઉપરાંત શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર ૧૫ ટકા ટેક્‍સ લેવામાં આવી શકે છે. મ્‍યુચ્‍યુલ ફંડની કમાણી પર પણ ૧૦ ટકા ટેક્‍સ લાગશે. જેટલીની આ જાહેરાતથી સેન્‍સેક્‍સમાં ૪૫૦ પોઇન્‍ટનો કડાકો બોલી ગયો હતો.

 

(2:37 pm IST)