Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રેલવે પાછળ ખર્ચાશે ૧.૪૮ લાખ કરોડઃ હવે બધે જ બ્રોડગેજ

૬૦૦ રેલવે સ્‍ટેશનોનું આધુનિકીકરણઃ ૪૦૦૦થી વધુ માનવક્રોસિંગ બંધ કરાશે : ૩૬૦૦ નવી લાઇનો બિછાવાશેઃ સુરક્ષા વોર્નિંગ સિસ્‍ટમ પર ભાર મૂકાશેઃ રેલવે સ્‍ટેશનો પર એસ્‍કેલેટર - CCTV - વાઇફાઇ લાગશે : ભાડા વધ-ઘટનું કોઇ એલાન નહિઃ કોઇ નવી ટ્રેનની જાહેરાત પણ નહિ

નવી દિલ્‍હી તા. ૧ : નાણામંત્રી અરૂણ જેટલીએ ભારતીય રેલવે માટે ૧ લાખ ૪૮ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવાનું એલાન કર્યું છે. રેલવે અંગે સૌથી મોટી ઘોષણા કરીને નાણામંત્રીએ જણાવ્‍યું કે, ભારતીય રેલવેને સંપૂર્ણ રીતે બ્રોડગેજ કરવામાં આવશે. આ ઉપરાંત પાટા અને ગેજ બદલવાનું કામ પણ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, રેલવે અંગે તેઓની સરકારનું પ્રથમ લક્ષ્ય સુરક્ષા છે.

જેટલીએ કહ્યું કે, સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને રેલ બજેટનો મોટો ભાગ પાટા અને ગેજ બદલવાના કામમાં ઉપયોગ કરાશે. ૫૦૦૦ કિ.મી. લાઇનના ગેજ પરિવર્તનનું કાર્ય ચાલી રહ્યું છે.

નાણામંત્રીએ જણાવ્‍યું નાની લાઇનોને મોટી લાઇનોમાં બદલવાનું કાર્ય પુરૂં કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં સંપૂર્ણ તેજીથી કાર્ય કરી રહ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, આ વર્ષે ૭૦૦ નવા રેલ એન્‍જીન અને ૫૧૬૦ નવા કોચ તૈયાર કરવામાં આવશે. સુરક્ષાના કારણોસર અંગે જણાવીને કહ્યું કે, તેઓએ રેલવે સ્‍ટેશનો પર સીસીટીવી લગાવાની યોજનાનું પણ એલાન કર્યું છે. તેઓએ જણાવ્‍યું કે, આ વર્ષમાં ૬૦૦ રેલવે સ્‍ટેશનોને આધુનિક બનાવાનું કામ કરાશે. આધુનિકીકરણ ઉપરાંત સ્‍ટેશનો પર એસ્‍કેલેટર્સ બનાવાની પણ યોજના છે.'

નાણામંત્રીએ જણાવ્‍યું કે, જાળવણીના ખર્ચ પર પણ વિશેષ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે. ૩૬૦૦ કિમી ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવ્‍યું. ૪૦ હજાર કરોડ રૂપિયા એલિવિટેડ કોરિડોરના નિર્માણ પર ખર્ચ કરાશે. મુંબઇ રેલવેને શહેરની લાઇફલાઇન ગણાવીને મુંબઇ લોકરની મર્યાદા ૯૦ કિ.મી. વધારવાનું એલાન કર્યું છે. બીજી બાજુ મોદી સરકારની સૌથી મહાત્‍વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેન પર ઘોષણા કરીને નાણામંત્રીએ કહ્યું કે, મુંબઇ - અમદાવાદ હાઇસ્‍પીડ બુલેટ ટ્રેનનો ટ્રેક બનાવાનું કામ શરૂ કરવા માટે જે પણ જરૂરી કામગીરી છે તે પૂર્ણ કરશે.

જેટલીના જણાવ્‍યા મુજબ ૩૬૦૦ કિમી રેલના પાટાઓનું આધુનિકીકરણ થશે. આ વર્ષે ૭૦૦ નવા રેલવે એન્‍જીન તૈયાર કરાશે. સુરક્ષા વોર્નિંગ સિસ્‍ટમ પર પણ જોર અપાશે અને મુંબઇમાં લોકલ ટ્રેન સર્વિસ માટે ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે.

નાણામંત્રીએ કહ્યું કે, રેલવેના કેપેસિટી ક્રિએસન પર ધ્‍યાન આપવામાં આવશે તેમજ રેલવે નેટવર્કનું ઇલેકટ્રીફિકેશન કરવામાં આવશે. ૧૨૦૦ વેગન્‍સ અને ૫૧૬૦ કોચ ૨૦૧૮-૧૯ દરમિયાન તૈયાર કરાશે. ટેકનોલોજી, સુરક્ષા માટે ટેકનીકલ ઉપયોગ વધારાશે. ૪૦૦૦થી વધુ માનવરહિત ક્રોસિંગ આવતા બે સપ્‍તાહમાં ખત્‍મ કરવામાં આવશે. મોડલ ટ્રેન ૨૦૧૮-૧૯માં શરૂ કરાશે.

વધુમાં ઉમેર્યું કે, ૧૬૦ કિ.મી. ૧૭ હજાર કરોડ સબ - અર્બન નેટવર્ક બેંગલુરૂ માટે નિર્માણ કરાશે. વડોદરામાં હાઇસ્‍પીડ ટ્રેનને ચલાવા માટે ટ્રેનીંગ અપાઇ રહી છે.

(2:13 pm IST)