Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

આ છે દેશનું બજેટ બનાવનાર નાણાં-પ્રધાનના 6 'ચાણક્ય'

નવી દિલ્હી : નાણામંત્રી અરુણ જેટલીએ ગૃહમાં આજે સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. શ્રી જેટલીની સાથે નાણાકીય ક્ષેત્રના 7 મહાન અર્થશાસ્ત્રીઓએ આ બજેટ તૈયાર કરવા માટે સિંહફાળો આપ્યો છે. આ જે લોકો દેશના બજેટ તૈયાર કરે છે તેમને તેમના સંબંધિત ક્ષેત્રોમાં 'ચાણક્ય' તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તેમના વિશે થોડું જાણીએ...

1) શ્રી હસમુખ અઢીયા, નાણા સચિવ અને સચિવ, મહેસૂલ વિભાગ: હસમુખ અઢીયા મુખ્ય નાણા સચિવ છે. તેઓ 1981ની બેચના ગુજરાત કેડરના આઈ.એ.એસ. અધિકારી છે. શ્રી અઢીયા બૅજેટ ટીમમાં સૌથી અનુભવી અધિકારી છે. તે આ વર્ષે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

2) શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ - સચિવ, આર્થિક બાબતોનો વિભાગ : આર્થિક બાબતોના વિભાગના સચિવ શ્રી સુભાષચંદ્ર ગર્ગે વિશ્વ બેંકના કાર્યકારી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. તેઓનું રોજગારી અને ઇન્વેસ્ટમેંટ જેવા વિષયો પર જબરું પ્રભુત્વ છે.

૩) શ્રી અરવિંદ સુબ્રમણ્યમ, મુખ્ય આર્થિક સલાહકાર: જેણે દેશના મહત્વપૂર્ણ આર્થિક પાસાઓ પર પોતાના મહત્વના અભિપ્રાય અને સૂચનો આપ્યા હતા તે મુખ્ય આર્થિક સલાહકાર શ્રી અરવિંદ સુબ્રમણ્યમ પણ બજેટ ટીમમાં છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમની સલાહ પણ તેમણેજ આપી હતી.

૪) શ્રી રાજીવ કુમાર, નાણા વિભાગના સચિવ : શ્રી રાજીવ કુમારનું ધ્યાન બેન્કિંગ ક્ષેત્ર માટે વધુ સારા વિકલ્પો પ્રદાન કરવા અને તેમની સ્થિતિ સુધારવા માટે રહેશે. શ્રી રાજીવ 1984 બેચના આઇપીએસ અધિકારી છે.

5) શ્રી નિરજ કુમાર ગુપ્તા, સેક્રેટરી, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક પ્રોપર્ટી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ : શ્રી નીરજ ગુપ્તા, જેણે ડિસઇન્વેસ્ટમેન્ટ મોરચે સરકારને મહત્વપૂર્ણ સૂચનો અને અભિપ્રાયો આપ્યા હતા, તેમના પર આગામી વર્ષમાં મોટા સરકારી ખર્ચાઓનો રોડમેપ તૈયાર કરવાની જવાબદારી છે.

૬) શ્રી અજય નારાયણ ઝા, સેક્રેટરી, ખર્ચ વિભાગ : સેક્રેટરી ઓફ એક્ષ્પેનડિચર ડિપાર્ટમેન્ટ શ્રી અજય નારાયણ ઝા, 1982 બેચના મણિપુર કેડરના આઇ.એ.એસ. અધિકારી છે. તે નાણાં કમિશનના સેક્રેટરી પણ હતા. બજેટમાં સરકારી ખર્ચના હિસાબ તેમની જવાબદારી છે.

(1:21 pm IST)