Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

આ છે બજેટની પ્રક્રિયા

નવી દિલ્‍હી તા. ૧: નાણામંત્રી અરૂણ જેટલી આજે પાંચમું બજેટ રજુ કરી રહ્યા છે ત્‍યારે બજેટની શું પ્રક્રિયા હોય છે તે જાણો.

* નાણાં મંત્રાલય દ્વારા બજેટના મહિનાઓ પૂર્વે વિવિધ મંત્રાલયો સાથે વિસ્‍તારપૂર્વક ચર્ચા કરાઇ છે.

* ડિસેમ્‍બર માસની શરૂઆતમાં વિવિધ રાજયના પ્રતિનિધિઓ બેંકર્સ, અર્થશાષાીઓ અને વેપારી સંગઠ્ઠનો સાથેબજેટ પૂર્વેએ ચર્ચા કરાઇ છે.

* બજેટમાં વિવિધ પ્રસ્‍તાવો વડાપ્રધાનના સીધી દેખરેખમાંજ ફાઇનલ થાય છે.

* બજેટની બનાવવાની કાર્યવાહી અત્‍યંત ગુપ્‍ત રખાઇ છે. નોર્થ બ્‍લોકમાં જયાં નાણા મંત્રાલયની ઓફિસ છે ત્‍યાં ડિસેમ્‍બર માસ પૂર્વજ વધારાનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવાઇ છે.

* બજેટ રજુ થાય ત્‍યાં સુધી બજેટની કાર્યવાહીમાં જોડાયેલી કોઇપણ અધિકારી બહારની દુનિયા સાથે કોઇ સંપર્ક રાખતા નથી.

* બજેટ રેડ સૂટકેશમાં રજાુ કરવાની પરંપરા છે. સૌથી વધુ ૧૦ વાર બજેટ મોરારજી દેસાઇએ રજાુ કર્યું છે. ચિંદમ્‌બરએ ૯ વાર બજેટ રજુ કર્યું છે.

(12:41 pm IST)