Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પશ્ચિમ રેલવેનું વડુમથક ગુજરાતમાં ખસેડોઃ રેલમંત્રીને મોહનભાઇનો પત્ર

ભાજપ વિપક્ષમાં હતો તે વખતની માંગણી પડતર છે!

રાજકોટ તા. ૧ : ભાજપમાં કેન્‍દ્રમાં વિપક્ષમાં હતો તે વખતની પヘમિ રેલવેના વડામથકના સ્‍થળાંતરની માંગણીને ભાજપના રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારિયાએ વાચા આપી છે. હવે શાસક પક્ષ તરીકે ભાજપ શું નિર્ણય કરે છે? તે જોવાનું રહ્યું.

સાંસદ મોહનભાઇએ રેલ મંત્રી શ્રી પીયુષ ગોએલને એવા મતલબનો પત્ર પાઠવ્‍યો છે કે, પヘમિ રેલવેનું વડુમથક મુંબઇથી અમદાવાદ ખસેડવાની માંગણી લાંબા સમયથી પડતર છે. પヘમિ રેલવે હેઠળ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા સહિત ૬ ડીવીઝન કાર્યરત છે. આ પ્રાદેશિક દ્રષ્‍ટિએ નહિ પરંતુ વ્‍યાજબી માંગણી છે. વહીવટી દ્રષ્‍ટિએ પણ મુંબઇ કરતા અમદાવાદ વડામથક તરીકે વધુ અનુラકૂળ પડે તેમ છે.

રાજ્‍ય સરકાર દ્વારા આ બાબતે વખતોવખત કેન્‍દ્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. વડુ મથક અમદાવાદ ફેરવવા બાબતે વહેલી તકે નિર્ણય કરવામાં આવે તેવી માંગણી છે.

(3:50 pm IST)