Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રોજમજૂરે ૪૦ લાખ રૂપિયાનો ઇન્કમ -ટેકસ ભરતાં તેનો ગોરખ ધંધો પકડાઇ ગયો

બેંગ્લોર તા. ૧ :.. શું કોઇ રોજમજૂર ૪૦ લાખ રૂપિયાનો ઇન્કમ-ટેકસ ભરે? ૩૪ વર્ષનો રંગા રાજપ્પા નામનો માણસ રોજગાર મેળવવા માટે બેન્ગલોરના ચામરાજનગર વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં રહેવા આવ્યો હતો. તાજેતરમાં તેણે ૪૦ લાખ રૂપિયાનો આવકવેરો ભર્યો. આટલી આવક તેની પાસે કેવી રીતે આવી એ વાતનો તેની પાસે કોઇ ઠોસ  ખુલાસો નહોતો. તેણે પોતે એ ગ્રેડનો કોન્ટ્રેકટર હોવાનું કહ્યું હતું, જયારે તેની ઓળખ કન્સ્ટ્રકશન કંપનીમાં દાડિયા મજૂર તરીકેની હતી. પોલીસ અને આવકવેરા વિભાગના અધિકારીઓએ ભેગા મળીને આ માણસની કુંડળી ખોદવાનું શરૂ કરી દીધું અને તેનો ડ્રગ ડીલર તરીકેનો ગોરખધંધો ઉજાગર થઇ ગયો. કોરામંગલા પોલીસે તેને ર૭ કિલો ગાંજા સાથે પકડી પાડયો હતો. ડ્રગ્સની હેરાફેરીમાંથી મળતી કાળી કમાણીને ધોળી કરવા માટે તેણે ટેકસ ભર્યો અને એમાં જ તે ફસાઇ ગયો.

(11:13 am IST)