Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

આ મહિનાથી બેંક-વિમા કામદારોના પગારમાં ૧૧ સ્‍લેબનો વધારો

શ્રમ બ્‍યુરો દ્વારા ગ્રાહક ભાવાંક જાહેરઃ ઓકટોબર ર૮૭, નવેમ્‍બર ર૮૮, ડિસેમ્‍બર ર૮૬ : ગ્રાહક ભાવાંકના આધારે કેન્‍દ્ર-રાજયના કર્મચારીઓનુ ડીએ ર ટકા વધશેઃ થશે ૭ ટકાઃ જાન્‍યુઆરીથી ડયુ

રાજકોટ તા.૧ : પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે જેને પરિણામે મોંઘવારીનો રાક્ષસ ધુણી રહ્યો છે છતાં સરકારી ચોપડે મોંઘવારીના આંકડા નીચા આવી રહ્યા છે. ભારતીય શ્રમ બ્‍યુરો દ્વારા ગઇકાલે જાહેર કરવામાં આવેલ ઔદ્યોગિક કામદારો માટેનો ગ્રાહક ભાવાંક નવેમ્‍બરની સરખામણીએ ર પોઇન્‍ટ ઘટીને ર૮૬ ઉપર આવતા આ ક્ષેત્રના કામદારોને આર્ય થયુ છે અને આ આંકડા સ્‍વરૂપ આ મહિનાથી બેંક અને વિમા કામદારોને મળતા મોંઘવારી ભથ્‍થામાં માત્ર ૧૧ સ્‍લેબનો જ વધારો મળશે.

શ્રમ બ્‍યુરો દ્વારા ઓકટોબરનો ભાવાંક ર૮૭, નવેમ્‍બરનો ર૮૮ અને ડિસેમ્‍બરનો ર૮૬ ગ્રાહક ભાવાંક જાહેર કરવામાં આવ્‍યો છે. જેની ગણતરી કરતા હાલ પ૧૬ સ્‍લેબ ઉપર ડીએ મળે છે જે હવે ૧૧ પોઇન્‍ટ વધીને પર૭ ઉપર મળશે. નિવૃત કર્મચારીઓને આ મહિનાથી ૪૯ સ્‍લેબનો વધારો મળશે.

ગ્રાહક ભાવાંકના આધારે કેન્‍દ્ર અને રાજયના કર્મચારીઓનું ડીએ પણ બે ટકા વધીને ૭ ટકા થશે. જે જાન્‍યુઆરીથી ડયુ થશે. સરકાર કયારે જાહેરાત કરે છે તેના ઉપર કર્મચારીઓની નજર છે.

તમામ ચીજવસ્‍તુઓના ભાવો ભડકે બળી રહ્યા છે ત્‍યારે સરકાર ગ્રાહક ભાવાંક નીચો લાવીને શું કરવા માંગે છે તેવો સવાલ કર્મચારીઓ પુછી રહ્યા છે. મોંઘવારી જોતા રપ થી ૩૦ સ્‍લેબ વધવા જોઇએ તેના બદલે માત્ર ૧૧ સ્‍લેબ વધે તેવા આંકડાઓ બહાર પાડવામાં આવતા કર્મચારી વર્ગમાં આર્ય સાથે નારાજગી પણ ફેલાઇ છે.

(10:05 am IST)