Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

મહારાષ્ટ્રમાં ૧૦ પ્રધાનો અને ધારાસભ્યોને કોરોના વળગ્યો : કોરોનાએ ભયાનક સ્પીડ પકડી : મહારાષ્ટ્રમાં ત્રીજા અઠવાડીયામાં બે લાખ કોરોનાના એકટીવ કેસો હશે: સત્તાવાર જાહેરાત

મહારાષ્ટ્રમાં ૧૦ પ્રધાનો અને ૨૦ ધારાસભ્યોને કોરોના પોઝીટીવ હોવાનું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે સત્તાવાર જાહેર કર્યુ છે, દરમિયાન મહારાષ્ટ્ર સરકારે સત્તાવાર ટ્વીટ દ્વારા જણાવ્યુ છે કે મહારાષ્ટ્રમાં હાલમાં જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે તે જોતાં ચાલી રહેલા નવા વર્ષના જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડીયામાં મહારાષ્ટ્રમાં રોજના બે લાખ એકટીવ કેસ જોવા મળશે. તેને આામાથી ઘણાને હોસ્પિટલમાં ખસેડવા પડશે એટલે તેમના માટે વ્યવસ્થા કરવા અલગ સુચનાઓ આપી છે.

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગના એડી.ચીફ સેક્રેટરી ડો.પ્રદિપ વ્યાસે કહ્યું છે કે ત્રીજો વેવ/ઓમીક્રોન વેવ હળવો અને જીવલેણ નહિં હોય તેવી માન્યતામાં રહેશો નહિં. જેમને વેકસીન નથી લીધી અથવા કો-મોર્બીડીટી છે તેઓ માટે બીજા વેવ જેટલો જ આ ત્રીજો વેવ જીવલેણ બની રહેશે. તેથી મહેરબાની કરીને રસીકરણ ઝડપથી અપનાવો અને જીવન બચાવો.

(2:03 pm IST)