Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

દિલ્હીમાં કોરોનાના નવા 585 કેસ નોંધાયા: વધુ 21 લોકોના મોત: 717 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

હાલમાં 5358 સક્રિય દર્દીઓ :2072 લોકોની હોસ્પિટલમાં : 61 લોકો કોવિડ કેર સેન્ટરમાં અને 24 લોકો મેડિકલ સેંટરમા: 2616 લોકો હોમ આઇસોલેશનમાં છે.

નવી દિલ્હી : દિલ્હીમાં હવે સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે  છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની અંદર કોરોનાના 1000 કરતા ઓછા કેસ સામે આવી રહ્યા છે. શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસના નવા 585 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. 717 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે

દિલ્હીની અંદર કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે તો સામેની તરફ રિકવરી રેટમાં વધારો થઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને 98 ટકા પર પહોંચ્યો છે. તો મૃત્યદર 1.68 ટકા છે. જો કુલ સંક્રમણ દરની વાત કરીએ તો તે 7.16 ટકા જેટલો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 6,25, 954 કેસ નોંધાયા છે. જેમાંથી 6,10, 039 લોકો સાજા થયા છે તો 10557 લોકોના મોત થયા છે. રાજધાનીમાં અત્યારે કોરોનાના 5358 સક્રિય દર્દીઓ છે. જેમાંથી 2072 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો 61 લોકો કોવિડ કેર સેન્ટરમાં છે અને 24 લોકો મેડિકલ સેંટરમાં છે. 2616 લોકો હોમ આઇસોલેશનમાં છે.

ગત 24 કલાકની અંદર દિલ્હીમાં કુલ 80565 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધીમાં કરેલા ટેસ્ટની સંખ્યા 8740395 પર પહોંચી છે.

(12:36 am IST)