Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કોરોના વેકસીનના ઇમરજન્સી ઉપયોગની આજે મળશે મંજૂરી?

એકસપર્ટ કમીટીની બેઠક ચાલુ ઓકસફોર્ડની રસી પર વિચારણા

નવી દિલ્હી તા. ૧ :.. કોરોના વેકસીન અંગે સબ્જેકટ એકસપર્ટ કમીટી આજે મહત્વની બેઠક શરૂ થઇ ગઇ છે. તેમાં ઓકસફોર્ડ એસ્ટ્રેજેનેકાની કોરોના વેકસીન કોવિશીલ્ડને ઇમરજન્સી અપૂવલ આપવા પર વિચાર થશે. હવે કમીટીની બે બેઠક થઇ ચૂકી છે. આ બેઠકોમાં વેકસીન કંપનીઓ પાસેથી વધુ માહિતી માગવામાં આવી હતી.

આ બેઠક માંથી સારા સમાચાર આવ્યા બાદ કેટલાક કલાકોની અંદર પ્રથમ વેકસીન લગાવાની ખબર પણ મળશે. ભારતે કોરોનાને હરાવાની તૈયારી પૂરી કરી લીધી છે. સંપૂર્ણ એકશન પ્લાન તૈયાર છે.

ભારતમાં કોરોનાને હરાવા માટે રસી લગાવાની  મુહિમ પણ વ્યાપક હશે કે વિશ્વને તેના પર આશ્ચર્ય રહેશે.

બીજી બાજુ ર જાન્યુઆરીથી દેશના દરેક રાજયોમાં કોરોના વેકસીનની ડ્રાઇ રન કરવામાં  આવશે. તેની તૈયારીઓ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અગુવાઇમાં એક બેઠક ચાલી રહી છે. અગાઉ પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ડ્રાઇ રન કરવામાં આવ્યુ હતું.

(3:44 pm IST)