Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ખાલીસ્તાનનો સુખભિખારીવાલ કેનેડામાં બેઠેલા આકાઓના આદેશથી ભારતમાં ટાર્ગેટ કીલીંગ કરાવતો

અનેક નેતાઓ ટાર્ગેટ ઉપર હતા, સાથેના સંપર્કમાં પણ હતો

નવી દિલ્હીઃ ખાલિસ્તાન હેન્ડલર સુખભિખારી વાલ કેનેડામાં બેઠેલા આકાઓના કહેવા પર ભારતમાં ટાર્ગેટ કીલીંગ કરાવતો હતો. તે પાકિસ્તાનમાં આઈએસઆઈના સંપર્કમાં પણ હતો.

આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે તે  પોતાના પીએચડી ભાઈ  દ્વારા કેનેડામાં બેઠેલા આકાઓ અને આઈએસઆઈના સંપર્કમાં આવ્યો હતો. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે કેટલાય હિંદુ નેતાઓ તેના ટાર્ગેટ પર હતા. આરોપી રૂપિયા માટે ખાલિસ્તાન સમર્થકો સાથે જોડાયો હતો. આરોપીનું એમ પણ કહેવું છે કે તેને ટાર્ગેટ કીલીંગ માટે કેનેડાથી આદેશ મળતા હતા. ત્યાર પછી તે ઘટનાને  અંજામ આપતો હતો.

પોલીસની તપાસમાં એ વાત બહાર આવી છે કે શૌર્યચક્ર વિજેતા બલવિંદર સંધુને બેશૂટરોએ ગોળી મારી હતી પણ સુખ ભિખારીવાલે પૂછપરછમાં જણાવ્યું  કે તેને ત્રણ શૂટરોએ ગોળી મારી હતી. દિલ્હી પોલીસ અધિકારીઓ અનુસાર ભિખારીવાલ પર હત્યાના આઠ સહિત કુલ ૧૯ કેસ નોંધાયેલ છે. જેમાં નાભા જેલ તોડવાનો પણ કેસ છે.

(2:50 pm IST)