Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

CBSEની પરીક્ષા આ વખતે અઢી મહિના મોડી

પ્રિ-બોર્ડની પરીક્ષાઓ ઓનલાઇન થઇ શકે છે, આ વખતે ૪મેથી પરીક્ષાઓ શરૂ થશે

નવી દિલ્હીઃ શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે ૨૦૨૧ની બોર્ડ પરીક્ષાઓની તારીખો જાહેરાત કરી દીધી છે. આ વર્ષે આ પરીક્ષાઓ લગભગ અઢી મહિના મોડી શરૂ થશે. ગયા વર્ષે બોર્ડ પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીએ શરૂ થઇ ગઇ હતી. સામાન્યરીતે જાન્યુઆરીમાં પ્રીલીમીનરી પરીક્ષા અને ફ્રેબુઆરી માર્ચમાં બોર્ડની લેખીત પરીક્ષાઓ થતી હોય છે.

તેમણે કહ્યું કે સ્કુલ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારીઓ માટે પ્રી-બોર્ડ પરીક્ષાઓ ઓનલાઇન કરાવી શકે છે. આ વર્ષે ચાર મેથી શરૂ થનાર બોર્ડ પરીક્ષાઓ પહેલા શાળાઓને પ્રાયોગીક પરીક્ષાઓ ૧ માર્ચથી લેવાનું કહેવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઓનલાઇન પરીક્ષાની અટકળોને ફગાવી દેતા નિશંકે સ્પષ્ટ કહ્યું કે બોર્ડ પરીક્ષા ઓનલાઇન નહિ પણ પેપર અને પેન દ્વારા જ લેવાશે. કોરોનાને ધ્યાનમાં રાખીને ૧૦ અને ૧૨માં ધોરણનો સીલેબસ પહેલાજ ૩૦ ટકા ઘટાડી દેવાયો છે. હવે તેમાં વધુ ઘટાડો નહિ થાય. દુનિયાના ૨૫ દેશોમા ચાલતી સીબીએસઇ શાળાઓમાં પણ પરીક્ષાનું આ શેડયુલ જ રહેશે.

(2:49 pm IST)