Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજસ્થાનના ફતેહપુરમાં ઠંડીનો છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો:વૃક્ષોની ડાળીઓ પર બરફની કિનારી

પારો માઇનસ ચાર ડિગ્રી પર પહોંચી ગયો : ચાર દિવસથી સતત માઇનસ લેવલે ઠંડી પડી

રાજસ્થાનમાં ઠંડી દિવસે દિવસે વધી રહી હોય એવી સ્થિતિ હતી. ગુરૂવારે ઠંડીએ છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને માઇનસ ચાર ડિગ્રી જેટલી ઠંડી નોંધાઇ હતી.એને કારણે વૃક્ષોની ડાળી પણ જાણે થીજી ગઇ હતી. આ અઠવાડિયે છેલ્લા ચાર દિવસથી સતત માઇનસ લેવલે ઠંડી પડી રહી હતી. સોમવારે માઇનસ 2.6 ડિગ્રી, મંગળવારે માઇનસ 3.2 ડિગ્રી, બુધવારે માઇનસ ત્રણ ડિગ્રી અને ગુરૂવારે માઇનસ ચાર ડિગ્રી જેટલી ઠંડી પડી હતી.

31 ડિસેંબરે એટલે કે ગુરૂવારે ઠંડીએ છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. વૃક્ષોની ડાળી પર બરફની ઝીણી કિનારી બાઝી ગઇ હોય એવો નજારો હતો. રાજસ્થાનના કૃષિ અનુસંધાન કેન્દ્રના હવામાન વિભાગના અધિકારી ઓમપ્રકાશ કાલશે કહ્યું કે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે આ વિસ્તારમાં હાલ ઠંડી ઓછી થવાની શક્યતા ઓછી હતી.

ફતેહપુરમાં ગુરૂવારે પારો માઇનસ ચાર ડિગ્રી પર પહોંચી ગયો હતો. આ ઠંડ઼ીએ છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો એમ હવામાન ખાતાના અધિકારીએ કહ્યું હતું. આ અધિકારીએ જણાવ્યું હતું કે હજુ પણ ઉત્તર તરફનાં ઠંડા પવનો ચાલુ હોવાથી શુક્રવારે કદાચ થોડો વરસાદ પણ પડી શકે છે. આવું વરસાદી હવામાન ચોથી જાન્યુઆરી સુધી રહે એવી શક્યતા હતી.

(1:32 pm IST)