Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિશ્વના અનેક દેશો છે જ્યાં ૧ લી જાન્યુ.એ નવું વર્ષ નથી ઉજવાતું : તામિલનાડુમાં પણ નહિ

તામિલનાડુમાં પોંગલ પર જશ્ન મનાવે છે

નવી દિલ્હી,તા. ૧: સમગ્ર દુનિયામાં હાલ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, તમામ લોકો નવા વર્ષની ખૂબ જ આતૂરતા સાથે રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસના કારણે લોકો નવા વર્ષની ઉજવણીથી દૂર રહીને મનાવવા મજબૂર બન્યા છે. જો કે, દુનિયામાં અમુક એવા પણ દેશ છે, જયાં ૧ જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવાતુ નથી. ભારતમાં જ એક રાજય એવુ છે, જે નવુ વર્ષ નથી મનાવતું. તો આવો જાણીએ એવા કયા કયા દેશ છે, જે ૧ જાન્યુઆરી નવા વર્ષની ઉજવણી કરતા નથી.

ભારતમાં નવા વર્ષમાં ખૂબ જશ્ન મનાવામાં આવે છે, પણ તમિલનાડૂ એક એવુ રાજય છે, જયાં નવા વર્ષમાં જ'મનાવવા માટે કોઈ તારીખ નથી. તમિલનાડૂના લોકો પોંગલ પર આ જ' મનાવે છે. અહીં ૧ જાન્યુઆરીના બદલે પોંગલ પર સૌ કોઈ જશ્નમાં ધામધૂમથી મનાવે છે.

મ્યાંનમારમાં પણ ૧ જાન્યુઆરીના રોજ નવા વર્ષની ઉજવણી થતી નથી. અહીં પણ લોકો ૧૩થી ૧૫ એપ્રિલના રોજ નવા વર્ષની ઉજવણી કરે છે. અહીં નવા વર્ષને તિઝાન કહેવામાં આવે છે. અહીંના લોકો તિઝાન પર ખૂહ જશ્ન અને એન્જોય કરે છે.

ઈરાનમાં નવું વર્ષ સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરનારો દિવસ તરીકે મનાવે છે. ઈરાનમાં તેને નવરોઝ કહેવાય છે. ઈરાની લોકો નવરોઝમાંમાં જ નવા વર્ષનો જ' મનાવે છે. આ તહેવાર મોટા ભાગે માર્ચ મહિનામાં જ આવે છે.

થાઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી નથી. અહીં પણ ૧૨થી ૧૫ એપ્રિલની વચ્ચે નવા વર્ષનો જશ્ન મનાવામાં આવે છે. અહીંના લોકો એપ્રિલ મહિનામાં નવા વર્ષની ધામધૂમ સાથે ઉજવણી કરે છે.

જાપાનમાં પણ ૧ જાન્યુઆરીના રોજ નવા વર્ષની ઉજવણી થતી નથી. જાપાનમાં ૫ જાન્યુઆરીના રોજ નવા વર્ષનું જશ્ન મનાવામાં આવે છે. અહીં પહેલા ૨૦ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી સુધી નવા વર્ષનું સેલિબ્રેટ કરવામાં આવતુ હતું.

(10:09 am IST)