Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

નવા વર્ષના પ્રારંભે ખુશખબર

ફાઇઝરની કોરોના વેકસીનને WHOની મંજૂરી

WHOએ ઇમરજન્સી ઉપયોગને મંજુરી આપી : હવે વિશ્વભરના દેશોને વેકસીનના ફાયદા જણાવશે WHO ભારત આજે મહત્વનો નિર્ણય લેશે

નવી દિલ્હી,તા. ૧: WHOએ ફાઈઝરની વેકિસનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. હવે WHO વિશ્વભરના દેશમાં ફાઈઝરની વેકિસનના ફાયદા જણાવશે. WHOએ વિશ્વના ગરીબ દેશ સુધી વેકિસન ઝડપથી પહોંચાડવા માટે મંજૂરી આપી છે. આ લિસ્ટમાં સામેલ થયા બાદ કોઈપણ વેકિસનને વિશ્વના દેશમાં સરળતાથી મંજૂરી મળી શકશે. WHOનાં કહેવું છે કે આ વેકિસનના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના ઘટી જાય છે. ભારતમાં પણ આજે ફાઈઝરની વેકિસનને મંજૂરી મળી શકે છે.

ભારતમાં પણ આજે ફાઈઝરની વેકિસનને મંજૂરી મળી શકે છે. CDSCOના એકસપર્ટ કમિટી આજે વેકિસન માટે બેઠક કરશે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેકઅને ફાઈઝરની વેકિસન અંગે ચર્ચા કરાશે. અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન, ઈઝરાયેલ, સઉદી અરબ સહિત અનેક દેશ મંજૂરી આપી ચૂકયા છે. WHOએ ફાઈઝરની કોરોના વેકસીનને મંજૂરી આપી છે. સંગઠને ગરીબ દેશો સુધી કોરોના વેકસીનને જલ્દી પહોંચાડવા માટે ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ પ્રોસેસને પણ શરૂ કરી છે. આ લિસ્ટમાં સામેલ થયા બાદ કોઈ પણ કોરોના વેકસીનને દુનિયાના દેશોમાં સરળતાથી ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી મળી શકશે.

WHOએ ફાઈઝર વેકસીનની સમીક્ષા બાદ કહ્યું છે તે તેને સુરક્ષા અને પ્રભાવકારકતાના માટે માનદંડ મળશે. આ વેકસીનની ૨ ડોઝ લેવા બાદ કોરોનાથી મોતની શકયતા ઘટે છે. સંગઠને કહ્યું કે અમે વેકસીનને લઈને જલ્દી મંજૂરી આપી છે કેમકે લોકો સુધી આ ડોઝ પહોંચવામાં મોડું ન થાય.

WHOના એકસેસ ટૂ મેડિસિન પ્રોગ્રામની પ્રમુખ મારિયાગેલા સિમાઓએ કહ્યુ કે કોરોના વેકસીન સુધી વૈશ્વિક પહોંચ સુનિશ્યિત કરવાની દિશામાં આ સકારાત્મક પગલું છે. પણ દરેક જગ્યાએ પ્રાથમિકતા આબાદીની જરૂરિયાતોને પૂરા કરવાનું પણ પૂરતી વેકસીનના ડોઝ જાળવી રાખવાનું અને તેના વધુ વૈશ્વિક પ્રયાસની જરૂરિયાત પર ભાર આપવાનું વિચારાઈ રહ્યું છે.

(11:06 am IST)