Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ઉંમર મોટી અને દીલ યુવાઓનું : શોખ અને કિર્તિમાનને ઉંમરના સીમાડા નહીં

હામ અને હોંસલાથી બધુ જીતી શકાય છે : વડીલો છે તો શું થયું અનેક રેકોર્ડ પોતાના નામે કર્યાઃ યુવાઓ માટે પ્રેરણા રૂપ પ્રસંગો : ૧૦૫ વર્ષે ફરી ભણવા બેસ્યા, ૯૮ વર્ષના યોગ શિક્ષક, ૯૦ વર્ષે એવરેસ્ટ સર કરવાની તૈયારી, ૭૯ વર્ષે ફોર્મ્યુલા વન રેસર, ૧૦૪ વર્ષે પણ મેરેથોન દોડ્યાઃ ટોપ અચીવરઃ યુવાઓની જેમ કાર્યશીલઃ સીનીયર સીટીઝનોની ગત દશકામાં ઉપલબ્ધીઓઃ ૨૦૨૦ : ભારતમાં સીનીયર સીટીઝનો માટે આવું રહ્યું

વિશ્વ સ્તરે વધુ ઉંમર સુધી જીવનારની વૃધ્ધિ ચોંકવનારી છે. ચિકિત્સા વિજ્ઞાનીઓ તંદુરસ્ત જીંદગીની સાથે ઉમરને વધારવાના અનુસંધાન કરી રહ્યા છે. જેમાં વિશ્વ જ નહીં ભારતની જનસંખ્યામાં વરિષ્ઠ નાગરીકોના વૃધ્ધી પણ ઝડપથી વધી છે.

વકીલોને મળે અનુકુળ માહોલ

જનસંખ્યાના આંકડા જણાવે છે, આવનાર વર્ષમાં દરરોજ ૧૭ હજાર નાગરીક ૬૦ વર્ષની ઉંમર પાર કરશે. આ રીતે વિશ્વમાં સૌથી મોટી વરિષ્ઠ નાગરીકોની સંખ્યા ભારતમાં હશે આપણે ત્યાંની ઉંમરમાં ઉચો હોસલા માટે આ પેઢી ૨૧ સાબિત થઇ શકે છે. શર્ત એ છે કે આ પણે તેમના માટે અત્યારથી વિચારવાનું ચાલુ કરી.

આસપાસ જોઇએ તો એવી અનેક મિશાલ મળશે જે ઉંમરની સીમાઓ તોડીને મેળવાઇ છે. તેમને પણ થોડો સહયોગ અને અવસર મળે તો તેઓ સાબીત કરી શકશે કે હમ કીસીસે કમ નહીં. સંયુકત રાષ્ટ્ર સંઘની રિપોર્ટમાં વર્લ્ડ પોપ્યુલેશ એજીંગ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. દેશ અને સમાજ પોતાના વિચારમાં મામુલી બદલાવ લાવી વરિષ્ઠ નાગરીકો માટે ભાવનાત્મક, આર્થિક અને સામાજીક સુરક્ષા આપી શકી છીએ. તેના માટે પરિવાર અને ખાસ કરીને  યુવા પોતાનું કર્તવ્ય સમજે, સમાજ પોતાનું દાયીત્વ નિભાવે અને સરકાર તેમના માટે અનુકુળ યોજનાઓ બનાવે.

તેના માટે ફકત માહોલ તૈયાર થાય પણ સાથે બધી તૈયારીઓ કરાઇ જેથી આ અનુભવી પેઢી આપણો સહારો બની શકે. તેમને તરછોડવાને બદલે તેમના અનુભવ અને સંસ્કારોને પરિવાર,સમાજ દેશ માટે ઉપયોગી બનાવવા ઉપર ધ્યાન દેવું પડશે.

. ૯૮ વર્ષના સૌથી વરિષ્ઠ યોગ ટીચર

કોઇમ્બતુરના વી.નાન્નમલને સૌથી મોઠી ઉંમના યોગ ટીચર માનવામાં આવે છે. તેઓ ૯૮ વર્ષની વયે રોજ યોગ કરતા. પહેલા તેઓ પોતાના ઘરે જ કેટલાક લોકોને યોગ શીખવાડતા પણ એક ર્સ્પધામાં ભાગ લઇ પ્રસિધ્ધી મળેલ. પિતા પાસેથી યોગ શીખનાર નાન્નમલ ૧૦૦ થી વધુ સ્પર્ધામાં ભાગ લઇ ચુકયા છે. યોગ તેમના પરિવારની વિરાસત બન્યુ છે. આ ઉંમર તેઓ ૨૦ થી વધુ આસનો આરામથી કરે છે.

. ૧૦૫ વર્ષના સૌથી વયસ્ક વિદ્યાર્થી

કેરળના કોલ્મબના ભાગીરથીએ ૧૦૫ વર્ષની ઉંમરે ફકત ભણવા ઉપરાંત ચોથા ધોરણથી પરીક્ષા આપેલ. સંભવતઃ આ ઉમર પરિક્ષા આપનાર તેઓ વિશ્વની પહેલી મહીલા છે. તેમની માતા નાનપણમાં જ મૃત્યુ પામેલ. ભાઇ બહનેની જવાબદારી સંભાળવાથી ત્રીજા ધોરણથી જ ભણતર છુટી ગયેલ. લગ્ન થયા અને ૩૦ વર્ષની ઉંમરે પતિનું પણ અવસાન થયેલ. ૬ બાળકોને મોટા કરવામાં ભણી ન શકયા.

. ૯૩ વર્ષના ડીગ્રીધારક વડીલ

ઇગ્નુના આ વર્ષના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ૯૩ વર્ષના વડીલ ડીગ્રી લેતા જોઇઅ બધા હેરાન થઇ ગયેલ. સીઆઇ સિવાસુબ્રમણ્યને લોક પ્રશાસનમાં માસ્ટર ડીગ્રી  લીધી. ૧૯૪૦માં સ્કુલનું શિક્ષણ પુરૂ કરી માતા-પિતાની સેવા માટે ઘરે જ રહ્યા નોકરી કરી બાદમાં દિલ્હીમાં વાણીજ્ય મંત્રાલયમાં વિભાગીય પરીક્ષા પાસ કરી નિર્દેશક બન્યા. સેવાનિવૃતિ બાદ ૧૯૮૬માં ભણવાનુ સપનું પુરૂ કરવા લાગી પડ્યા.

૩-૧૨-૨૦૨૦

ધર્મપાલ ગુલાટી

મસાલા કીંગનું ૩ ડીસેમ્બર ૨૦૨૦ના રોજ નિધન થયેલ. ૯૭ વર્ષની ઉંમર સુધી યુવાઓની જેમ કામ કરેલ.

૩૧-૮-૨૦૨૦

પ્રણવ મુખર્જી

પૂર્વ રાષ્ટ્રપતિનું ૮૩ વર્ષે નિધન થયેલ. તેઓ સફળ નાણામંત્રી પણ રહેલ.

૨૦૧૦ થી ૨૦૨૦

દુનિયામાં સીનીયર સીટીઝનની ઉંમરના છેલ્લા પડાવમાં પણ ઘણી ઉપલબ્ધીઓ હાંસલ કરી રહ્યા છે. કેટલીક હસ્તીઓએ ઉંમરનું બંધન તોડી તેમના હીતનું અનેક બદલાવ કરાયા.

૨૦૧૭ (રેકોર્ડ )

* ઇંગ્લેન્ડના ૧૦૫ વષીર્ય જૈક રોનાલ્ડે રોલર કોસ્ટરમાં બેસવાનો બનાવ્યો. ઇંગ્લેન્ડના જ ૧૦૧ વર્ષના વેરડન હાઇસે ૧૫ હજાર ફ્રુટની ઉંચાઇએ થી પેરાશુટમાં છલાં લગાવવાનો રેકોર્ડ બનાવ્યો.

* ૨૯ ઓગસ્ટ ૨૦૧૬ના ઇન્ડોનેશીયાના જબાહ ગોથોએ સૌથી વધુ ઉંમર ૧૪૫ વર્ષ હોવાનો દાવો કરેલ. અત્યાર સુધી આ રેકોર્ડ ફ્રાંસની જેની કાલર્મેટ (૧૨૨ વર્ષ)ના નામે હતો.

૧૫-૬-૨૦૧૨ (તીર્થ દર્શન યોજના)

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ૨૦૧૨માં તીર્થદર્શન યોજનાની શરૂઆત કરેલ. ત્યારબાદ રાજસ્થાન યુપી, દિલ્હી વગેરેના મુખ્યમંત્રીઓએ પણ આ યોજના પોતાના રાજ્યમાં લાગુ કરેલ. હાલ કોરોનાને કારણે આ યોજના સ્થગિત છે.

૬-૧૨-૧૯ (કાયદો )

કેન્દ્રએ વરિષ્ઠ નાગરીકોથી જોડાયેલ મેટેંનસ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન બીલ ૨૦૧૯ને મંજુરી આપી. બીલ લોકસભાની સ્ટેન્ડીંગ કમીટી પાસે ગયેલ. આ બીલ વરીષ્ઠ નાગરીકોની બુનીયાદી જરૂરતોને પુરા કરવાની સાથે તેમને સુરક્ષા આપવામાં પણ મદદગાર રહેશે.

 ૧૭-૧૨-૨૦ (ફલાઇટ ભાડામાં ૫૦ ટકાની છુટ)

એર ઇન્ડીયાએ ૬૦ વર્ષથી ઉપરના લોકોને કોમેસ્ટીક ફલાઇટના બેઝીક ફેરમાં ૫૦ ટકાની છુટ આપી છે. એવીએશન મિનિસ્ટ્રીએ જણાવેલ કે એર ઇન્ડીયાની આ સ્કીમ દેશભરના રૂટ ઉપર લાગુ રહેશે. જ્યારે આ માટે સીનીયર સીટીજનોએ ૩ દિવસ અગાઉ ટીકીટ બુક કરાવવાની રહેશે.

૨૩-૩-૨૦ (રેલયાત્રામાં મળતી છુટબંધ)

કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે ૨૩ માર્ચ ૨૦૨૦થી ટ્રેનોનું સંચાલન બંધ કરાયેલ. તેની સાથે જ વરિષ્ઠ નાગરીકોને યાત્રી ભાડામાં મળનાર રાહતને પણ પુરી કરી દેવાયેલ. જેના કારણે વડીલોને વધુ ભાડુ દેવું પકડી રહ્યું છે.

૨૦-૩-૨૦ (વડાપ્રધાન વય વંદન યોજના)

વરિષ્ઠ નાગરિકો માટે સરકાર પેન્સન યોજના પીએમ વય વંદના યોજના શરૂ કરેલ. જેની અવધિ ૩ વર્ષ વધારી દેવાય છે. વાર્ષિક રીર્ટન ઘટાડીને ૭.૪ ટકા કરાયેલ. યોજના ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પુરી થતા તેને ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી લંબાવાયેલ. ગત વર્ષના બે સામાન્ય બજેટમાં તેની જાહેરાત થયેલ.

ઉંમર -૧૦૮: નોલા ઓરસ

૨૦૦૭માં ૯૫ વર્ષની ઉંમરમાં નોલા ઓરસે કાંસના ફોર્ટ હેયસ સ્ટેટ યુનિવર્સિટીથી બેચલર ઓફ જનરલ સ્ટડીઝ અને ૨૦૧૦માં ૯૮ વર્ષે માસ્ટર ડીગ્રી પુરી કરી. તેઓ હંમેશા શીખવા પ્રોત્સાહીત કરતા.

ઉંમર -૯૨ : રોજ મેરી સ્મીથ

આયરીશ રેસર ૭૯ વર્ષની સ્મીથ ફોર્મ્યુલા કાર ચલાવનાર સૌથી મોટી ઉંમરના વ્યકિત છે. ૧૯૬૦માં સ્થિત એક રિલેરેસ ચેમ્પીયન હતા. ઘણી ટ્રોફીઓ જીતી. તેઓ ભયને કાબુ કરી ફોર્મ્યુલા વન રેસમાં ઉતરેલ.

ઉંમર  ૧૦૯ : ફૌઝા સિંહ

વિશ્વના સૌથી મોટી ઉંમરના મેરેથોન રનર ફૌઝાસિંહ રેકોર્ડ બેકર છે. તેમણે જાન્યુઆરી ૨૦૧૬ સુધી મેરેથોનમાં ભાગ લીધેલ. તેઓ ૧૦૪ વર્ષની વયે મુંબઇમાં સામેલ થયેલ. બ્રિટનમાં રહેતા ફૌઝા સિંહને ઘણા સન્માનનો ઉપલબ્ધીઓ મળ્યા છે. તેમને ૨૦૦૪માં એડીડાસના એક જાહેરાતમાં સમાવેશ કરાયેલ તેઓ ૨૦૦૪ અને ૨૦૧૪ ઓલમ્પીકમાં મશાલ લઇ દોડ્યા છે.

મિનોરૂ સૌટો : ઉંમર ૮૬

જાપાની મિનોરૂ સૈટો ૨૦૧૧માં ૭૭ વર્ષની ઉંમરે એકલા નૌકાયાન યાત્રાએ નિકળનાર સૌથી મોટી ઉંમરના વ્યકિત છે. સૈટોએ ૧૯૭૩માં નૌકાયાન શરૂ કરી ૭ એકલ યાત્રા કરેલ અને ૭૧ વર્ષે બનાવેલ રેકોર્ડ તોડેલ.

અમિતાભ બચ્ચન : ઉંમર ૭૮

૧૧ ઓકટોબર ૧૯૪૨માં જન્મેલ અમિતાભ બચ્ચન ૭૮ વર્ષની ઉંમરે પણ યુવાઓથી વધુ કામ કરી રહ્યા છે. હાલ તેમનો શો કૌન બનેગા કરોડ પતિ લોકપ્રિયતાની ટોચે છે.

યુઇચિરો મિંઉરા : ઉંમર ૮૮

એવરેસ્ટ ફતેહ કરનાર સૌથી મોટી ઉંમરના જાપાનના યુઇ ચિરો મિઉરાએ પહેલા ૭૦ વર્ષે આ કીર્તિમાન રચેલ. ૮૦ વર્ષની ઉંમરે ત્રીજી યાત્રા માટે તેમણે હૃદયનું ઓપરેશન કરાવ્યું, ડાયાબીટીઝથી લડયા. હવે ૨૦૨૦માં ૯૦ વર્ષની ઉમંરે યાત્રા માટેની તૈયારી શરૂ કરી છે.

વિશ્વમાં માણસની ઉંમર વધવાનું અનુસંધાન

ઇંગ્લેન્ડની એકસટર યુનિવર્સિટીએ કોશીકાઓનું ગઠપણ રોકવા વાળા રસાયણ શોધ્યાનો દાવો કર્યો છે. અમેરિકાના બેલર કોલેજ ઓફ મેડીસીનમાં માઇક્રો બાયોમ દ્વારા ગઠપણ રોકવાનો પ્રયોગ સફળ માન્યો છે. અહીંના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સેન્ટર ફોર હેલ્ધી એન્જીંગમાં ગઠપણની પ્રકીયા રોકવાના ઇંજાઇમ ગોત્યા. ભારતમાં પણ હાલમાં જ કેન્દ્રીય ઔષધીય અને સુગંધ છોડ સંસ્થાન (સીમૈય)માં ડો.રાકેશ પાંડેયની ટીમે હર્બલ ચાની શોધ કરી છે.

જનગણના ૨૦૧૧ મુજબ ભારતમાં સીનીયર સીટીઝન ૧૦.૪ કરોડ હતા. જેમાં ૫.૩ કરોડ મહિલાઓ અને ૫.૧કરોડ પુરૂષો હતા. ૨૦૨૬ સુધી ભારતમાં સીનીયર સીટીઝનની સંખ્યા ૧૭.૩ કરોડ સુધી વધવાનું અનુમાન છે.

વરિષ્ઠ નાગરીકોને વિશેષાધિકાર

-૮૦ ડીમાં છુટ, ઇન્કમટેક્ષમાં વિશેષ છુટ

-રેલ્વે યાત્રામાં છુટ, રીર્ઝવેશનમાં લોઅર બર્થની પ્રાથમીકતા

-સ્વાસ્થ્ય વીમામાં છુટ, બેંક અને પોસ્ટ ઓફીસમાં વધુ વ્યાજની સુવિધા

-બીટ પોલીસ ઉપર વરિષ્ઠ નાગરીકોની સુરક્ષાની જવાબદારી

(10:04 am IST)