Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રિલાયન્સની પંજાબના સીએમ-ડીજીપીને હસ્તક્ષેપ કરવા માગ

ખેડૂતો દ્વારા જિયોના ટાવરને નિશાન બનાવાયા : ટાવરોમાં તોડફોડથી લગભગ દોઢ કરોડ યુઝર્સ પ્રભાવિત

મુંબઈ, તા. ૩૧ : કૃષિ કાયદાઓનાં વિરોધમાં છેલ્લા કેટલાય દિવસોથી પંજાબમાં જિયોના મોબાઈલ ટાવરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે રિલાયન્સ જિયો ઈન્ફોકોમે પંજાબના મુક્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાને પત્ર લખીને મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. પંજાબમાં ખેડૂતો તરફથી જિયોના મોબાઈલ ટાવરોમાં તોડફોડથી લગભગ દોઢ કરોડ યુઝર્સ પ્રભાવિત થયા છે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ચેતાવણી આપ્યા બાદ મંગળવારે રાજ્ય પોલીસ હરકતમાં આવી છે અને ટાવરોની સુરક્ષા વધારવાની સાથે રાજ્યમાં સંબંધિત કંપનીઓનાં કર્મચારીઓને પોતાની દેખરેખમાં મોબાઈલ ટાવરોને રિપેર કરવામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે.

ટ્રાઈ અનુસાર પંજાબમાં . કરોડ મોબાઈલ યુઝર્સ છે. તેમાં રિલાયન્સ જિયોના દોઢ કરોડ યુધર્સ છે. કંપનીએ કહ્યું કે તોડફોડને કારણે ૧૫૬૧ ટાવર્સની સેવાઓ પ્રભાવિત થઈ છે અને તેમાંથી ૪૪૦ ટાવરો રિપેર કરી દેવામાં આવ્યા છે. પંજાબમાં તમામ ૨૨ જિલ્લાઓમાં ૨૧૩૦૬ મોબાઈલ ટાવર છે.

મુખ્યમંત્રીએ સોમવારે કડક ચેતવણી આપતાં રાજ્ય પોલીસને નિર્દેશ આપ્યો છે કે મોબાઈલ ટાવરોમાં તોડફોડ કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, રાજ્ય પોલીસ અત્યાર સુધી ટાવરોને નુકસાન પહોંચાડવાના મામલાઓમાં એક પણ ફરિયાદ નોંધી નથી.

(12:00 am IST)