Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિશ્વમાં સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી

ઓકલેન્ડમાં કોઇ નિયંત્રણ વિના સ્કાઈ ટાવર પર 5 મીનિટ સુધી આતશબાજી :સિડનીનો હાર્બરબ્રિજ,ઓકલેન્ડનું સ્કાઇ ટાવર,દુબઈનું બુર્જ ખલિફા અને ન્યુયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં રોશનીનો ઝળહળાટ : સિંગાપોર , પેરિસ સહિત વિશ્વમાં ઘણી જગ્યાએ ન્યૂ યર ઉજવણી પર પ્રતિબંધ

કોરોનાકાળની ભયાનક યાદો સાથે વર્ષ 2020 વિદાય થયું અને વિશ્વમાં સૌ પ્રથમ નવા વર્ષની ઉજવણી ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શરુ પણ થઇ હતી થોડા કલાકો બાદ ભારતમાં પણ રોનક જોવા મળશે. અલબત્ત કોરોના ગાઇડલાઇનને કારણે રાત્રિ કરફ્યૂ હોવાથી ગુજરાતના ઘણા શહેરોમાં નવા વર્ષનો રંગ જોવા નહીં મળે.

  ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરના સ્કાઈ ટાવર પર કોઇ પણ નિયંત્રણ વિના 5 મનિટ સુધી આતીશબાજી કરાઇ હતી. વિશ્વનું તે માત્ર એક શહેર છે જ્યાં કોઈ પ્રતિબંધો વગર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી.હતી ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હાર્બર બ્રિજ પર ભવ્ય રીતે નવા વર્ષનું સ્વાગત કરાયું હતું.

નવું વર્ષ કોરોનાની દહેશત વચ્ચેની થોડી વધારે આશા લઈને આવી રહ્યું છે. ઘણા દેશોમાં પ્રતિબંધો સાથે નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

દુનિયાના સ્ટાન્ડર્ડ સમય મુજબ માનવામાં આવે છે કે વિશ્વમાં સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા નજીકના ચોંગા ટાપુ પર સૂર્યોદય થાય છે અને સૌ પહેલાં અહીં જ રાતના 12 વાગે છે.

ત્યાર પછી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં દિવસનું સ્વાગત થાય છે. જ્યારે સૌથી છેલ્લે (ભારતીય સમય મુજબ 1 જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે નવા વર્ષના સૂર્યની કિરણો ફૂટે છે. પરંતુ આ વિસ્તાર એવો છે જ્યાં કોઇ વસતી નથી.

સિડનીનો હાર્બરબ્રિજ

ઓસ્ટ્રેલિયાનું સિડની નવ વર્ષ( Welcome 2021)માં જોરદાર આતશબાજી માટે જાણીતુ છે. 31 ડિસેમ્બરની બપોરથી સિડનીના હાર્બરબ્રિજ પર ફેરી રેસ, મ્યુઝિકલ ઈવેન્ટ્સ અને સૈન્ય પ્રદર્શન શરુ થઇ જાય છે.

આ વર્ષે પણ આ ઉજવણીૂ થઇ, પરંતુ કોરોનાને કારણે અહીં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી લોકોએ આ કાર્યક્રમ લાઈવ જોયું.

2. ઓકલેન્ડનું સ્કાઇ ટાવર

જ્યાં નવું વર્ષસૌથી પહેલા આવે છે. તે દેશોમાં ન્યૂઝીલેન્ડ સૌથી પહેલું છે,ભારતમાં 31 ડિસેમ્બરે સાંજે આશરે4.30 વાગે છે ત્યારે ન્યૂઝીલેન્ડમાં રાતના 12 વાગે છે. નવા વર્ષની સૌથી પહેલી મોટી ઈવેન્ટ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં યોજાય છે. અહીં સ્કાય ટાવર પર પાંચ મિનિટ સુધી રોશની કરી નવા વર્ષનું સ્વાગત કરાયું. ન

3. દુબઈનું બુર્જ ખલીફા

અહીં નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.  દર વખતની જેમ આ વર્ષે પણ ભારતીય સમય અનુસાર રાત્રે અંદાજે 1.30 વાગે બુર્જ ખલીફા પર આતશબાજી, લાઈટ અને લેસર શો કરાશે.

લોકોને આ વિસ્તારમાં બનાવવામાં આવેલા પાંચ ગેટથી QR કોડ બતાવીને એન્ટ્રી મળી શકશે. અહીં કોરોના ગાઈડલાઈન્સ કડક રીતે લાગુ કરવામાં આવી છે. કાર્યક્રમનું લાઈવ સ્ટ્રિમિંગ પણ કરાશે. એને mydubainewyear.com પર જોઈ શકાશે.

4. ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર

ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર 24 કલાક રોશનીથી ઝગમગાટ થવા માટે પ્રખ્યાત છે. પરંતુ કોરોનાને કારણે આ વખતે 31 ડિસેમ્બરની રાત્રે અહીં ભીડ નહીં દેખાય જોકે  લોકો વર્ચ્યુઅલી ન્યૂ યરનું કાઉન્ટડાઉન અને બોલ ડ્રોપ જોઈ શકશે. આ કાર્યક્રમ ભારતીય સમય પ્રમાણે, શુક્રવારે સવારે 10.30 વાગે થશે. અહીં સૌ પહેલા વર્ષ 1907માં બોલ ડ્રોપ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ટાઈમ્સ સ્ક્વેરની ઉપર 7 ફૂટે ન્યૂમેરલ્સ બનાવવામાં આવ્યું છે.

આ શહેરોમાં ઉજવણી પર પ્રતિબંધ

  • -સિંગાપોર: મરિનામાં બે રિસોર્ટમાં આ વર્ષે (Welcome 2021)ઉજવણી નથી થવાની. પીપુલ્સ એસોસિયેશનની આતીશબાજીની સ્ટ્રીમિંગ કોમ્યુનિટી ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમિંગમાં થશે.
  • -પેરિસ: અહીં રોંજ સાંજે 8 વાગે કર્ફ્યુ લગાવવામાં આવે છે. તે નવા વર્ષે પણ નહીં હટાવવામાં આવે. પેરિસના આર્ક ડી ટ્રિયોમ્ફ પર નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવતી આતીશબાજીનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.
  • -લંડન: અહીં દરેક નવી ઈવેન્ટ રદ કરવામાં આવી છે. જોકે શહેર દર વર્ષની જેમ સજાવવામાં આવ્યું છે. સજાવટ અને આતીશબાજીનું લાઈવ ટેલિકાસ્ટ થશે જેથી દુનિયા તેને ટીવી પર જોઈ શકે.
    મોસ્કોઃ અહીં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. તેથી સ્થાનિક તંત્રે નવા વર્ષના પરંપરાગત ઇવ સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે હોટેલ, રેસ્ટોરન્ટ ખુલ્લા રહેતા હતા તે પણ બંધ રાખવામાં આવશે.
  • -બર્લિન: જર્મનીના બર્લિન શહેરમાં નવા વર્ષે આતીશબાજી અને કલ્ચરલ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે
  • -પતાયા: થાઈલેન્ડના મોટાભાગના શહેરોમાં ઉજવણી કરવામાં આવશે, પરંતુ પતાયામાં ન્યૂ યર સેલિબ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે.
(9:00 am IST)