Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

આખરે આર્જેન્ટિનામાં ગર્ભપાતને મંજૂરી : મહિલાઓ દ્વારા ચલાવાઈ રહેલા આંદોલનનો સુખદ અંત : હવે 14 સપ્તાહ સુધીની ગર્ભવતી મહિલા ગર્ભપાત કરાવી શકશે

આર્જેન્ટિના : છેલ્લા ઘણા સમયથી ગર્ભપાતને મંજૂરી આપવા માટે મહિલાઓ દ્વારા ચલાવાઈ રહેલા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. જે મુજબ સરકારે 14 સપ્તાહ સુધીની ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવી શકવા માટે મંજૂરી આપી દીધી છે.

બળાત્કારનો ભોગ બનેલી અથવા જિંદગી જોખમમાં હોય તેવી મહિલાઓ ઉપરોક્ત નવા કાનૂન હેઠળ ગર્ભપાત કરાવી શકશે.

સરકારના આ નિર્ણયથી ભાવવિભોર બનેલી મહિલાઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે લેટિન અમેરિકામાં ગર્ભપાતને મંજૂરી આપનાર આર્જેન્ટિના પ્રથમ દેશ બન્યો છે.

(8:22 pm IST)