Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

આજથી શરૂ થશે મોદી સરકારની મોટી યોજનાઃ ૧૨૦ કલાકની તાલિમ પછી મળી જશે નોકરી!

મોદી સરકાર આ યોજના અંતર્ગત ૧ થી ૧૯ જાન્યુઆરી સુધી મફતમાં ચાલશે તાલિમ વર્ગો

નવી દિલ્હી તા. ૧ : જે લોકો બેરોજગારી અથવા ઓછો પગાર મળવાથી પરેશાન છે તેમના માટે મોદી સરકાર પહેલી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ એટલે કે આજથી એક મોટી ભેટ આપવા જઈ રહી છે. હકીકતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મોદી સરકારની નવી યોજના વરુણ મિત્ર શરૂ થવા જઈ રહી છે. જે અંતર્ગત સરકાર તમને ત્રણ અઠવાડિયા સુધી મફતમાં તાલિમ આપશે. આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ MNRE અને NISE તરફથી સંચાલિત છે. આને સોલર વોટર પમ્પિંગ 'વરૂણ મિત્ર' કાર્યક્રમ કહેવામાં આવે છે. આ તાલિમ બાદ તમને સારી નોકરી મળી શકે છે. જયારે ઓછો પગાર મેળવતા લોકો વધારે કમાણી કરી શકે છે. તમે આ તાલિમ કેવી રીતે મેળવી શકો તેમજ આનાથી તમને શું ફાયદા મળી શકે તેની વિગતવાર માહિતી તમને આપીએ.

આ કાર્યક્રમનો ઉદેશ્ય રિન્યૂએબલ એનર્જી, સોલર સિસોર્સ એસેસમેન્ટ તેમજ સોલર ફોટોવેલ્ટિફ, સાઇટ ફિઝિબિલિટી, વોટર ટેબલ, સોલર વોટર પમ્પિંગ કમ્પોનેન્ટના અલગ અલગ પ્રકાર, ડીટી કન્વર્ટર, ઇન્વર્ટર, બેટરી, મોટર્સ, પમ્પ મોટર, ઇન્ટોલેશન અર્ીોફ ગ્રિડ એન્ડ સ્ટેન્ડ અલોન, સોલાર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ અંગે લોકોને તાલિમ આપવાનો છે. આ ઉપરાંત સોલર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ માટે સેફટી પ્રેકિટસ, ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ, ટેસ્ટિંગ તેમજ કમીશનિંગ અંગે પણ જાણકારી આપવામાં આવશે.

નોંધનીય છે કે આ તાલિમ પહેલી જાન્યુઆરીથી ૧૯મી જાન્યુઆરી વચ્ચે થશે. જેમાં કુલ ૧૨૦ કલાકના તાલિમ વર્ગો ચાલશે. કાર્યક્રમ સાથે જોડાવવા માટે તમારે ૨૮મી ડિસેમ્બર સુધી અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમ અંતર્ગત કલાસરૂમ લેકચર ઉપરાંત પ્રેકિટકલ, ફીલ્ડ વિઝિટ તેમજ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ પણ કરાવવામાં આવશે. આ તાલિમ માટે તમારે કોઈ જ ફી ચુકવવાની નથી. પરંતુ જો તમે હોસ્ટેલમાં રહેવા માંગો છો તો તમારે તેના માટે રૂ. ૬૦૦ આપવા પડશે.

આ તાલિમ ઇલેકિટ્રકલ, ઇલેકટ્રોનિકસ, મિકેનિક, આઈએન્ડસીમાં ડિપ્લોમાં હોલ્ટર્સ, ગ્રેજયુએટ એન્જિનિયર, સોલાર એન્ટરપ્રેન્યોર્સ તેમજ પીએસયૂના અધિકારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.(૨૧.૧૦)

(11:41 am IST)