Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

આજથી બેન્કીંગ – વિમા – જીએસટી – રેલ્વે - આયકર ક્ષેત્રે ધરખમ ફેરફારો અમલી

આજથી ૨૩ વસ્તુઓ અને સેવાઓ થઈ સસ્તીઃ કાર મોંઘી થઈઃ જૂના ચેક માન્ય નહિ માત્ર સીટીએસ માન્યઃ પ્રિજીએસટી ચીજો નહિ વેચાયઃ દુર્ઘટના વિમાની રકમમાં વધારોઃ રીટર્ન પર બમણો દંડઃ હોમ લોન પર લાગશે પ્રોસેસીંગ ફી : આજથી એલપીજી ગેસ સસ્તાઃ નવા ખાદ્ય માપદંડો લાગુઃ રેલ્વેમાં વેઈટીંગ ટીકીટ હવે થશે વહેલી કન્ફર્મઃ પેન્શન સ્કીમ પર નહિ લાગે ટેક્ષઃ આધાર કાર્ડમાં ફેરફાર હવે સરળ નહિ રહે

નવી દિલ્હી, તા. ૧ :. આજથી સામાન્ય લોકોને સ્પર્શે તેવા આયકર, બેન્કીંગ, રેલ્વે, વિમા, જીએસટી ક્ષેત્રે ધરખમ ફેરફારો અમલી બન્યા છે. આજથી ૨૩ વસ્તુઓ અને સેવાઓ સસ્તી થઈ છે તો આજથી આધારકાર્ડમાં ફેરફાર હવે સરળ નહિ બને. નજીકના આધાર કેન્દ્ર પર માત્ર એક જ વખત જન્મ તિથીમાં બદલાવ કરી શકાશે. બીજીવાર માટે યુઆઈડીએઆઈના પ્રાદેશિક કાર્યાલયમાં જવુ પડશે. આજથી દુર્ઘટના વિમાનુ કવર ૧૫ લાખ કરવામાં આવ્યુ છે. આજથી રેલ્વેમા નવી પ્રણાલી લાગુ થઈ છે. જેના કારણે વેઈટીંગ ટીકીટ જલ્દી કન્ફર્મ થશે. એવી પ્રણાલી લાગુ થાય છે કે ટ્રેન ચાલતા જ ખાલી બેઠકોની માહિતી ટીટીઈ સુધી પહોેંચી જશે અને તે વેઈટીંગ બેઠકોની ટીકીટની ફા ળવણી કરી શકશે. આજથી કાર ખરીદવાનંુ મોંઘુ થયુ છે. એટલુ જ નહિ આજથી જૂના ચેક માન્ય નહિ રહે સીટીએસવાળા જ ચેક માન્ય રહેશે. આજથી અનેક બેન્કોના જૂના એટીએમ કાર્ડ પણ નહિ ચાલે. આજથી નેશનલ પેન્શન સ્કીમને ઈઈઈ શ્રેણીમાં રાખવામાં આવતા હવે ટેક્ષ આપવો નહિ પડે. આયકર રીટર્ન પર હવે બમણો દંડ લાગશે. હોમ લોન પર પ્રોસેસિંગ ફી શરૂ થઈ છે. પ્રીજીએસટી ચીજવસ્તુઓ આજથી વેંચી નહિ શકાય અને આજથી લાગુ થશે નહિ ખાદ્ય માપદંડો.

નવા વર્ષથી શરૂઆતથી તમારા ગજવાને સ્પર્શે તેવા નિયમોમાં ફેરફારો લાગુ થયા છે. સરકાર અને કંપનીઓએ આજથી અમલમાં આવે તેવા નવા નિર્ણયો અમલી બનાવ્યા છે. જેની સીધી અસર તમારા ખર્ચ પર પડશે. આમાથી કેટલાક તમારા ગજવા હળવા કરશે તો અનેક નિયમોમાં રાહત મળશે. લોકોની રોજબરોજની જીંદગી પર અસર કરતા આ ફેરફારોની વિગતો જોઈએ તો   સામાન્ય જનતાને સરકારે નવા વર્ષની ગિફટ આપતા પ્રથમ જાન્યુઆરીથી સિનેમા ટિકિટ, ૩૨ ઇંચના ટીવી અને મોનિટર સ્ક્રિન સહિત ૩૨ જેટલી વસ્તુઓ પર જીએસટી દરોમાં ઘટાડો કર્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (ઞ્લ્વ્) પરિષદની ૨૨જ્રાક ડિસેમ્બરના રોજ મળેલી બેઠકમાં ૨૩ વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વસ્તુઓમાં સિનેમા ટિકિટ, ટેલિવિઝન અને મોનિટર સ્ક્રિન, પાવર બેંક વગેરે સામેલ છે. આ ઉપરાંત ફ્રોઝન ને પેકડ વેજિટેબલને ટેકસ ફ્રી કરવામાં આવી છે. ગ્રાહકોએ મંગળવારે આ વસ્તુઓ પર ઘટાડેલી કિંમત ચુકવવી પડશે. પ્રથમ જાન્યુઆરીથી આ વસ્તુઓ પર જીએસટીનો દર ઓછો થઈ રહ્યો છે. જેના કારણે આ વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.

જીએસટી પરિષદે ગત બેઠકમાં આ વસ્તુઓ પર લાગતા ૨૮ ટકાના જીએસટી દરને ઓછો કર્યો છે. અમુક વસ્તુઓ પર ટેકસ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. જયારે અમુક વસ્તુઓને ૧૮ ટકામાંથી ૧૨ ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે. હવે જીએસટીના સૌથી ઊંચા દર એટલે કે ૨૮ ટકાના સ્લેબમાં અમુક લકઝરી વસ્તુઓ રહી છે.

જીએસટી પરિષદે પોતાની બેઠકમાં દિવ્યાંગ વ્યકિતઓને કામ આવતા વાહનોના સ્પેરપાર્ટ્સ પર જીએસટી દર ૨૮ ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. ટ્રાન્સપોર્ટેશન વાહનોના થર્ડ પાર્ટી વીમા પર જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. સંગેમરમરના પથ્થરો, પ્રાકૃતિક કોર્ક, ફલાઇંગ એશથી બનેલી ઈંટો વગેરે પર પાંચ ટકા જીએસટી લાગશે. સંગીતના પુસ્તકો, રાંધ્યા વગરની અથવા વરાળથી પાકેલી અથવા ઉકાળીને બનાવવામાં આવેલા શાકભાજી તેમજ ફ્રોઝન કરવામાં આવેલી શાકભાજી પર હવેથી કોઈ જ જીએસટી નહીં લાગે.

જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બચત ખાતાધારકોએ હવે બેંકોની સેવા માટે જીએસટી નહીં આપવો પડે. સરકાર દ્વારા સંચાલિક અથવા ચાર્ટર્ડ ઉડાન દ્વારા યાત્રા કરનાર યાત્રિકોએ હવે પાંચ ટકા જીએસટી આપવો પડશે. આ ઉપરાંત રૂ. ૧૦૦ સુધીની સિનેમા ટિકિટ પર ૧૮ ટકાના બદલે ૧૨ ટકા જીએસટી લાગશે. ૧૦૦ રૂપિયાથી મોંઘી સિનેમા ટિકિટ પર પણ ૨૮ ટકાના બદલે ૧૮ ટકા જીએસટી લાગશે. ૩૩ ઇંચ સુધીના ટીવી તેમજ મોનિટર અને પાવર બેંક પર પહેલા ૨૮ ટકા જીએસટી દર હતો, જેના બદલે હવે તેના પર ૧૮ ટકા જીએસટી લાગશે.

નવા વર્ષને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ શું આપને ખબર છે કે આજથી માત્ર વર્ષ જ નથી બદલાયું પરંતુ તમારા જીવન સાથે જોડાયેલી કેટલીક જરુરી સેવાઓમાં પણ બદલાવ થવા જઈ રહ્યો છે. આ બદલાવોની તમામ જીવન પર પણ કયાંક ને કયાંક અસર પડવાની છે. આમાં વસ્તુઓની કીંમતથી લઈને બેંક સાથે જોડાયેલી કેટલીક સેવાનો સમાવેશ થાય છે.

આરબીઆઈએ બેંકોને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ પહેલા મેગ્નેટિક સ્ટ્રિપવાળા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ બદલવા માટે કહ્યું હતું. આની જગ્યાએ હવે આજથી ઈએમની ચિપવાળા કાર્ડ લાગુ થશે. ત્યારે આવામાં જો આપે પોતાનું કાર્ડ નથી બદલાવ્યું તો તેને તરત જ બદલાવી લ્યો.

જો તમે જૂના ચેકનો ઉપયોગ કરો છો તો હવે તે માન્ય નહી ગણાય. તેને આપ તરત જ બદલાવી લો. હવે આપને સીટીએસવાળો ચેક લેવાનો રહેશે. સીટીએસ ચેકને કિલયર થવા માટે એક બેંકથી બીજી બેંકમાં મોકલવાની જરુર પણ નહી રહે.

૨૦૧૭-૧૮ માં ઈનકમ ટેકસ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જૂલાઈ ૨૦૧૮ હતી. જે બાદમાં વધીને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ થઈ ગઈ હતી. પરંતુ દંડ ૫ હજારનો હતો. પરંતુ જો હવે તમે આ ડેડલાઈન પણ મીસ કરી દીધી તો આપને ૧૦ હજારનો દંડ ભરીને ૩૧ માર્ચ ૨૦૧૮ પહેલા ઈનકમ ટેકસ રિટર્ન ફાઈલ કરવું પડશે.

૧ જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલશે નહિ, હવે આ પ્રકારનાં કાર્ડની બનાવટ બંધ થઈ ચુકી છે. જો કે કાર્ડની સુરક્ષા વધારવા માટે આ પ્રકારનાં પગલા ભરાઈ રહ્યા છે. આરબીઆઈએ ૨૦૧૬જ્રાક્નત્ન જ બેંકોને આદેશ આપતા કહ્યુ હતુ કે, મેગ્નેટિક કાર્ડની જગ્યાએ ચિપ કાર્ડને લાવવમાં આવે. જેના માટે ૩૧ ડિસેમ્બર,૨૦૧૮દ્ગક અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જેથી ગ્રાહક બેંક પાસેથી કાર્ડ બદલાવ્યા બાદ જ તેનો ઉપયોગ કરી શકશે. મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બ્લોક થઈ જવાના કારણે જે લોકોએ કાર્ડ નથી બદલાવ્યા તેઓ એટીએમમાંથી નાણાં નહીં ઉપાડી શકે.

૧  જાન્યુઆરીથી નોન સીટીએસ ચેક પણ માન્ય ગણવામાં નહિ આવે. આરબીઆઈનાં આદેશ પ્રમાણે જ ગ્રાહકો નોનસીટીએસ ચેકબુકનો ઉપયોગ કરે છે, હવે તેમણે સીટીએસ ચેકબુક લેવી પડશે. દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ ૧૨ ડિસેમ્બરથી જ નોન-સીટીએસ ચેકને સ્વીકારવાનું બંધ કર્યુ છે.

જાન્યુઆરીથી મોટા ભાગની ઓટો કંપની ગાડીઓનાં ભાવોમાં વધારો કરવા અંગેની જાહેરીત કરી ચુકી છે. જેમાં ટાટા મોટર્સ, મારુતિ, નિસાન, ફોર્ડ, ટોયાટો અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સે તમામ મુસાફરી વાહનોની કિંમતમાં ૪૦,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

નવા વર્ષથી પ્રી જીએસટીવાળી ચીજો પર મળનારા ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં મળે. જીએસટી લાગુ થયા પહેલાની ચીજોને વેચવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર હતી. તેથી જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક હતો તેઓ સ્ટોક કિલયર કરવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા. ઈન્સ્યોરેન્સ રેગ્યુલેટર ઈરડાનાં નવા નિયમો ૧ લી જાન્યુઆરીથી લાગુ થશે. અકસ્માતમાં વાહનનો માલિક અથવા ડ્રાઈવરનું મોત થવા પર તેના પરિવારને નક્કી કરાયેલી રકમ આપવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, હવે વાહનનાં વીમા માટે ૭૫૦ રૂપિયાનું પ્રિમિયમ આપવું પડશે.(૨-૩)

 

(11:37 am IST)