Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

હવે ટેક્ષ ચોરોને નહિ મુકે મોદી સરકાર

નવા વર્ષમાં મોદી સરકારનો કડક નિર્દેશઃ ભાગવુ હોય તો ભાગી લ્યો છૂપાય નહિ શકો : ટેક્ષ ચોરો વિરૂદ્ધ સરકારની લાલ આંખઃ ગમે ત્યાંથી જાણકારી મેળવી લેશે અધિકારીઓ

નવી દિલ્હી, તા. ૧ :. મોદી સરકાર ટેક્ષ ચોરી કરતા લોકોની પાછળ પડી ગઈ છે. નવા વર્ષમાં ટેક્ષ ચોરોને સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા દૂર સુધી ભાગો છો, અમે તો તમને પકડી જ લેશું. તેના માટે સરકાર બિગ ડેટાનો સહારો લઈ રહી છે પરંતુ તેનાથી પણ સંપૂર્ણ સંતોષ નહી થાય તો તેને ટેક્ષ ચોરો અંગે જાણકારી મેળવવા અંગેનો નિયમ જ બદલી નાખ્યો.

નવા નિયમથી ટેક્ષ અધિકારીઓને બેંકીંગ, વિમો અને સ્થાનિક નિગમોમાં જમા કરેલા ડેટાનો ઉપયોગ ટેક્ષ ચોરોની જાણકારી મેળવવામાં કરવાનો અધિકાર મળી ગયો છે. હવે છુપેલા અથવા ફરાર ટેકસ ચોરોને તેના સરનામા પર ઈનકમ ટેક્ષ નોટીસ મોકલીને ટેક્ષ ડિમાન્ડ કરવામાં આવશે. અત્યાર સુધી ટેક્ષ ઓથોરીટીઝને ટેક્ષ પેપર દ્વારા આપવામાં આવેલા પાન નંબર, ઈન્કમ ટેક્ષ રીટર્નમાં નોંધાયેલા સરનામા અથવા અન્ય ટેક્ષ સંબંધી કમ્યુનિકેશન પર નોટીસ આપશે.

નોટબંધીના કારણે ટેક્ષ ચોરો વિરૂદ્ધ પણ સરકારને મદદ મળશે. નોટબંધી બાદ બેંકોને મળેલા વિશાળ માત્રામાં આંકડાથી સરકારને ટેક્ષ ચોરોની જાણકારી મેળવવામાં ડેટા એનાલિટીકસનો સહારો લેવાનો મોકો મળી ગયો.

(3:50 pm IST)